સોશિયલ મીડિયા પર અનેક લોકો સ્ટંટના વીડિયો અપલોડ કરતા હોય છે. રીલના ચક્કરમાં કોઈ વખત છુટ્ટા હાથથી વાહન ચલાવે છે તો કોઈ વખત ગાડીમાં બેસી ફાયરિંગ કરે છે. એવા અનેક વીડિયો આપણી સામે આવ્યા હશે જેને જોઈ આપણને લાગે કે આવા સ્ટંટ કરતા લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે જ છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. ગુજરાત પોલીસ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. આવા સ્ટંટ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓઢવ રિંગ રોડ પર જોખમી સ્ટંટ કરતા રિક્ષા ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રિક્ષા ચાલક પાસે લાયસન્સ કે કાગળો પણ સાથે ન હતા.
રિક્ષા ચાલકો અનેક વખત બેફામ બની ચલાવતા હોય છે રિક્ષા!
જેમ આપણે સોશિયલ મીડિયા પર અપડેટ રહેતા હોઈએ છીએ. રીલ્સ અપલોડ કરતા હોઈએ છીએ પરંતુ આપણી સાથે સાથે પોલીસ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. સામાન્ય રીતે રસ્તા પર સ્ટંટ કરતા અનેક લોકો આપણને રસ્તા પર જોવા મળતા હોય છે. રિક્ષા ચાલકો પણ બેફામ બનીને રસ્તા પર રિક્ષા ચલાવતા હોય છે. એવી રીતે રિક્ષા હંકારતા હોય છે જે જોઈને આપણને ડર લાગે કે આ ચાલક અકસ્માત ના સર્જે તો સારૂ. આવા સ્ટંટ કરતા અનેક લોકોને કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે.
ઓઢવ રીંગ રોડ જાહેર રોડ પર ઓટો રિક્ષા ચાલક દ્વારા પોતાનું લાઇસન્સ તથા કાગળો સાથે ના રાખી, ભયજનક રીતે રોડ પર સ્ટંટ કરવાનો વીડિયો બનાવી ગુન્હો કરેલ. જે વીડિયો આધારે “આઈ ડિવીઝન” ટ્રાફિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરેલ. અમદાવાદ શહેર પોલીસ @sanghaviharsh @GujaratPolice pic.twitter.com/NfGMBpRHFg
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 20, 2024
પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે કાયદાકીય પગલા!
ઓઢવ રીંગ રોડ જાહેર રોડ પર ઓટો રિક્ષા ચાલક દ્વારા પોતાનું લાઇસન્સ તથા કાગળો સાથે ના રાખી, ભયજનક રીતે રોડ પર સ્ટંટ કરવાનો વીડિયો બનાવી ગુન્હો કરેલ. જે વીડિયો આધારે “આઈ ડિવીઝન” ટ્રાફિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરેલ. અમદાવાદ શહેર પોલીસ @sanghaviharsh @GujaratPolice pic.twitter.com/NfGMBpRHFg
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 20, 2024સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટ પોસ્ટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક એવા વીડિયો પોસ્ટ કરવામાં આવતા હોય છે જેમાં આવા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પગલા લેવાયા હોય છે. Before અને Afterના વીડિયો પોસ્ટ કરવામાં આવતા હોય છે. એક વીડિયો થોડા સમય પહેલા વાયરલ થયો હતો જેમાં એક યુવા રિક્ષા ચાલક જોખમી સ્ટંટ કરી રહ્યા હતો. મળતી માહિતી અનુસાર અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર સ્ટંટ કરતા એક રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયો હતો. તે રિક્ષા ચાલક પાસે લાયસન્સ ન હતું ઉપરાંત કાગળો પણ ના હતા. પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે વીડિયો વાયરલ થયો હતો તેમાં તે સ્ટંટ કરી રહ્યો હતો.
વાહન ચલાવતી વખતે કરીએ કાયદાનું પાલન!
મહત્વનું છે કે અકસ્માતના એટલા બધા કિસ્સાઓ આપણી સામે છે કે આપણા પરિવારના સભ્યોને ટેન્શન થઈ જાય જ્યારે આપણે ઘરની બહાર જઈએ ત્યારે. અનેક વખત વાંક આપણો હોય નહીં પરંતુ કોઈ બીજાની ભૂલને કારણે અન્ય કોઈને સજા મળતી હોય છે. સ્ટંટ કોઈ કરે અને સ્ટંટની સજા કોઈ બીજા ભોગવે છે. ન માત્ર તે વ્યક્તિ પરંતુ તેના પરિવારના સભ્યો પણ તેની સજા ભોગવવા મજબૂર બને છે. ત્યારે આવા સ્ટંટ કરતા લોકોથી સાવધાન રહીએ! જ્યારે આપણે વાહન ચલાવીએ ત્યારે કાયદાનું પાલન કરીએ....