Ahmedabad : પાન મસાલા ખાઈ રોડ ઉપર થૂંકનાર લોકોને ફટકારવામાં આવ્યો દંડ, 5 હજારથી વધારે લોકોને કરાયા દંડિત.. એએમસીને થઈ આટલી કમાણી! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-06 13:03:39

દેશ અને શહેર સ્વચ્છ રહે તે માટે અનેક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રસ્તા પર કચરો તો અનેક વખત દેખાતો હોય છે પરંતુ અનેક લોકો પાનની પિચકારી પણ મારી રસ્તાને ગંદુ કરી દેતા હોય છે... પાનની પીચકારી મારી શહેરને ગંદો કરતા રોકવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે લોકો પાનની પિચકારી મારે છે તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.. અનેક કેમેરાના માધ્યમથી આ દંડ મોકલાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્વિટ કરવામાં આવી છે જેમાં એક પેપર કટિંગ છે અને તેમાં કેટલા લોકોને દંડ આપવામાં આવ્યો અને કેટલા લાખનો દંડ થયો તેની માહિતી આપવામાં આવી છે... ટ્વિટ કરતા એએમસીએ જણાવ્યું કે 5000થી વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે... 

જાહેર રસ્તા પર લોકો મારે છે પાનની પિચકારી!

આપણે ત્યાં એવું કહેવાય છે કે હું માનવી માનવ થાઉં તો ઘણું... આ કહેવત એટલા માટે કહેવી છે કારણ કે અનેક લોકોને એવી આદત હોય છે કે કચરો ગમે ત્યાં નાખી દેવો, ટ્રાફિકના નિયમોનો ભંગ કરવો, જ્યાં ત્યાં રસ્તા પર થૂંકવું, ટ્રાફિક હોય ત્યાં હોર્ન વગાડ્યા કરવો વગેરે વગેરે... એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે તો બીજી તરફ શહેરને ગંદુ કરવાનો પ્રયાસ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે જાહેર રસ્તા પર થૂંકનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રસ્તા પર પાનની પિચકારી મારનાર લોકોને દંડ આપવામાં આવી રહ્યો છે. હજારો લોકોને દંડીત કરવામાં આવ્યા છે....  



રસ્તા પર થૂંકનાર લોકોને આપવામાં આવશે ઈ-મેમો! 

પાન મસાલો ખાવાની આદત અનેક લોકોને હોય છે. મસાલો તેમના મોંઢામાં ચાલું જ હોય છે અને તે ઘરની બહાર નીકળી જતા હોય છે. પાનની પીચકારી રસ્તા પર અનેક લોકો મારતા આપણને દેખાય છે. ગમે ત્યાં થૂંકવું જાણે અનેક લોકોની આદત હોય છે. લોકો તો ગાડીમાં બેસીને થૂંકી દે છે પરંતુ તે નથી વિચારતા કે તેમની પાછળ આવતા વાહન ચાલકોને આને કારણે ભોગવવું પડે છે. પાનની પિચકારીના છાંટા પાછળ આવતા લોકોને સહન કરવાનો વારો આવે છે.... પાનની પિચકારી મારનાર લોકોને દંડીત કરવા માટે કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે... એવી માહિતી સામે આવી હતી કે હજી સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને દંડ ફટકારવામાં આવતો હતો પરંતુ હવે જાહેર રસ્તા પર થૂંકનાર લોકોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.  જ કેમેરાનો ઉપયોગ ટ્રાફિકના નિયમોના પાલન માટે કરવામાં આવતો હતો તે જ કેમેરાનો ઉપયોગ આ કાર્ય માટે કરવામાં આવી રહ્યો છે. 




સીસીટીવીના માધ્યમથી લોકો પર રખાઈ રહી છે નજર!

મહત્વનું છે કે અમદાવાદમાં શહેરમાં 6 હજાર જેટલા કેમેરાઓ લગાવવામાં આવ્યા છે જે ટ્રાફિકના નિયમોના પાલન માટે ઉપયોગી છે. AMC સોલિડ વેસ્ટ વિભાગે અભિયાન શરૂ કર્યું છે. જાહેર રસ્તા પર થુંકનારા સામે દંડાત્મક કાર્યવાહી થશે. જો રસ્તા પર પિચકારી મારતા કોઈ નજરે પડશે તો તેને ઈમેમો મોકલવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 130 જેટલા ટ્રાફિક સિગ્નલો અને જાહેર રસ્તા પર 6000 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે એવી માહિતી સામે આવી હતી. અને હવે એમસી દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વિટ કરવામાં આવી છે જેમાં કેટલા લોકોને દંડ કરવામાં આવ્યો તેની માહિતી આપવામાં આવી છે....  5000થી વધુ લોકોને દંડ કરવામાં આવ્યો છે... અને મળતી માહિતી અનુસાર પાન મસાલાની પિચકારી 6 લાખમાં પડી છે..   




સારા નાગરિક બનીએ તેવી આશા! 

મહત્વનું છે કે અનેક લોકોને આદત હોય છે રસ્તા પર થૂંકવાની. રસ્તા પર તો થૂંકે છે પરંતુ ચાલુ ગાડીએ, ચાલુ વાહને પાનની પિચકારી મારે છે જેને કારણે પાછળ આવતા વાહનચાલકને તકલીફ ભોગવવાનો વારો આવે છે. રસ્તાને પોતાના બાપનો બગીચો માનીને લોકો ફરતા હોય છે. નિયમો તોડતા પહેલા એક વાર માટે વિચાર નથી કરતા!  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?