અમદાવાદના નારણપુરામાં લાગ્યા ભાજપ વિરોધી પોસ્ટરો, લોકોમાં અસંતોષનું આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-13 12:58:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 સીટો જીત્યા પછી પાર્ટી જાણે પ્રજાને ભૂલી ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પણ આ પ્રકારની લાગણી અનુભવી રહ્યા છે. લોકોને સતત એવું લાગ્યા કરે છે. ચૂંટણી જીત્યા પછી ભાજપના નેતાઓને જાણે લોકોની સમસ્યાઓ સાંભળવામાં અને લોક કલ્યાણના કામો કરવા માટે કોઈ રસ દાખવતા નથી. આ જ કારણે અમદાવાદના નારણપુરામાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગ્યા છે.


નારણપુરામાં ભાજપ વિરોધી પોસ્ટરો


અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્થાનિકોએ ભાજપનો વિરોધ કરતા પોસ્ટરો લગાવ્યા છે. રોડ કપાતને લઈ સ્થાનિકોએ સોસાયટી બહાર પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરોમાં ઈલેક્શન વખતે આપેલા વચનો નેતાઓ ભૂલી ગયા છે તેમ લખવામાં આવ્યું છે. નારણપુરા ક્રોસિંગથી લઈ નારણપુરા ગામ સુધીની સોસાયટીઓને AMCએ નોટિસ આપી છે. આ ઉપરાંત દુકાનોને પણ નોટિસ આપવામાં આવી છે. કપાતની નોટિસ મળતાં સ્થાનિકોમાં આક્રોશ છે. લોકોના કહેવા મુજબ, ઈલેકશન પહેલા નેતાઓએ રોડ રસ્તાનું કટિંગ નહીં આવે તેવા વચનો આપ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે નારણપુરા વિસ્ચતાર વર્ષોથી ભાજપનો મજબુત ગઢ રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?