AMCનું વર્ષ 2023-24નું બજેટ રજુ કરાયું, અમદાવાદીઓને મળી આ મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-02-10 17:12:36

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2023- 24નું સુધારા સાથેનું બજેટ આજે રજુ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું વર્ષ 2023- 24નું રૂ. 9482 કરોડનું બજેટ આજે ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે. AMCના ભાજપના સત્તાધીશોએ બજેટમાં અમદાવાદીઓને મોટી રાહત આપી છે. કમિશનર દ્વારા મુકાયેલા રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું હતું, જેમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે.


બજેટમાં અમદાવાદીઓને શું મળ્યું?


1-પ્રોપર્ટી ટેક્સના હેતુસર ત્રણ વર્ષ નવી જંત્રીનો અમલ નહી કરવાનો નિર્ણય

2-પ્રોપર્ટી ટેકસ મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહીં લે

3-જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે

4-ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% રીબેટ અપાશે

5-વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14% રિબેટ અપાશે

6-રહેઠાણ મિલકતને પ્રતિ ચોરસમીટર ટેક્સ 16થી વધારીને 20 કરાયો

7-ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 23 રૂપિયા સૂચવ્યો હતો

8-કોમર્શિયલ મિલકતને ટેક્સ પ્રતિ ચોરસમીટર 28થી વધારીને 34 રૂપિયા કરાયો

9-ડ્રાફ્ટ બજેટમાં કોમર્શિયલ મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 37 રૂપિયા સૂચવાયો હતો.

10-એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપશે.

11-ઓનલાઇન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને એક ટકા વધુ રિબેટ મળશે,

12-ત્રણ વર્ષ સળંગ એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો 12 પ્લસથી વધુ 2 ટકાનું રિબેટ અપાશે

13-ડોર ટૂ ડોર ગાર્બેજ ક્લેકશન પેટે યુઝર્સ ચાર્જમાં વધારો નામંજૂર કરાયો,

14-તમામ ઇલેક્ટ્રિક વાહન વેરામાં 100 ટકા અપાશે રાહત

15-મનપાની બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલને મિલકત વેરામાં 70ટકા રિબેટ અપાશે

16-વર્ષ 2022-23 સુધી ટેક્સ ભરપાઇ કર્યા હોય તેને 70 ટકા રિબેટનો લાભ મળશે

17-ટ્રસ્ટ સંચાલિત ફિઝીયોથેરાપી સન્ટરોને મિલકતમાં 70 ટકા અપાશે રિબેટ

18-ઇન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટમાં ચાર્જ અશંત: વધારો કર્યો

19-ત્રણ વર્ષનો ઓનલાઇન સળંગ ટેક્સ ભરનારને 15 ટકા રિબેટ અપાશે

20-મનપામાં નવા સમાવિષ્ટ વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાંથી અપાઇ રાહત

21-બોપલ-ઘુમા, ચીલોડા નરોડા, કઠવાડાને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

22-સનાથલ, વિશાલપુર, અસલાલી વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

23-ગેરતનગર, બિલાસિયા, રણાસણ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

24-ખોડિયાર તથા નાના ચિલોડા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

25-ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે યુઝર્સ ચાર્જ યથાવત રખાયો

26-વાહનવેરાના દર યથાવત રાખવામાં આવ્યા




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?