રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે AMC તંત્રે લીધો મોટો નિર્ણય, પશુપાલકો માટે પરમીટ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-04-12 21:09:27

રાજ્યના વિવિધ શહેરોમાં રખડતા ઢોરને મુદ્દો માથાના દુખાવા સમાજ બન્યો છે. માર્ગો પર ભટકતા ઢોર વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ બની રહ્યા છે. રખડતા ઢોરના હુમલાથી અનેક લોકો મોતને ભેટ્યા છે અને ઘાયલ પણ થયા છે. જો કે હવે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર આ મામલે સક્રિય બન્યું છે. AMC તંત્રએ રખડતા ઢોરના ત્રાસને નિયત્રિત કરવા માટે નવી પોલિસી બનાવી છે. 


લાયસન્સ અને પરમીટ લેવી પડશે


AMC તંત્રની નવી પોલિસી હેઠળ હવે ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાનું રહેશે. વ્યવસાયીક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે, વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાનું રહેશે. પરવાનગી માટે ત્રણ વર્ષ માટેની મુદ્દત રહેશે તેમજ સંખ્યા કરતા વધુ ઢોર રાખવા બદલ દંડ પણ કરવામાં આવશે. 3 વર્ષની લાયસન્સ ફી 2000 અને પરમિટ માટે 500 રૂ ચાર્જ ચૂકવવાનો રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે. લાયન્સ અને પરમિટમાં જણાવ્યાથી વધુ ઢોર ધ્યાને આવશે તો પણ દંડ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


પાંજરાપોળ અને ગૌશાળા માટે પણ લાયસન્સ


પાંજરાપોળ અને ગૌશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવાના રહેશે, તેઓને ફીમાંથી મુકતી મળશે. પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો નહીં લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યાર બાદ 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહીં તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે.


ઢોરની હરાજીની પણ જોગવાઈ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલાં ઢોરોને પશુમાલિકો દ્વારા જો સમય મર્યાદામાં ન છોડાવવામાં આવે તો દૂધાળા, ખેતીલાયક અને અન્ય ઉપયોગી પશુઓને અમદાવાદ શહેરની બહાર ગામડામાં જાહેર હરાજીથી વેચાણ કરીને આવક ઊભી કરવાની જોગવાઈ પણ પોલિસીમાં મૂકવામાં આવી છે. જો કે પોલિસીમાં માત્ર બેથી ત્રણ જ નવી બાબતોનો સમાવેશ કરાયો છે. રખડતાં ઢોર પકડવા અંગેની જે જૂની પોલિસી છે તે બાબતોને યથાવત્ રાખવામાં આવી છે.


કાલે સ્ટેન્ડિંગ કમિટી લેવાશે નિર્ણય


અમદાવાદમાં રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMCએ નવી પોલીસી બનાવી છે. રોડ, જાહેર સ્થળોએ રખડતાં પશુઓનો ત્રાસ અટકાવવા ગુજરાત સરકારના પરિપત્રો પોલીસ અને જીપીએમસી એક્ટ મુજબની અલગ અલગ જોગવાઈઓ મુજબ કોર્પોરેશન દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી છે. આ પોલિસીને ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે અને આખરી નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?