અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અમદાવાદ શહેરની 387 રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ 280 કિલો વિવિધ ખાદ્ય ચીજો અને 479 લીટર પ્રવાહી ખાદ્ય ચીજોને નષ્ટ કરી દીધી હતી. મ્યુનિશિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તમામ ખાદ્ય ચીજો માનવ આરોગ્ય માટે હાનિકારક હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો છે.
ખાદ્ય ચીજોના 130 સેમ્પલ લેવાયા
AMCના આરોગ્ય વિભાગની ટીમોએ 223 જેટલી રેસ્ટોરન્ટ્સ અને કરિયાણાની દુકાનોને નોટિસ ફટકારી છે. આ રેસ્ટોરન્ટ્સ અને કરિયાણા દુકાનોમાં વેચાતી ખાદ્ય ચીજો માનવ આરોગ્ય માટે હાનિતકારક હોવાનું જણાયું છે. AMCના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્ય વિભાગે ખાદ્ય ચીજોના 130 સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિગ માટે લીધા હતા.