અમદાવાદીઓના હિતમાં AMCનો મોટો નિર્ણય, 2 હજારની નોટથી ભરી શકાશે એડવાન્સ ટેક્સ


  • Published By :
  • Published Date : 2023-05-30 20:02:10

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બે હજારની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરતા ઘણા લોકોના પેટમાં તેલ રેડાયું છે. કાળું નાણું ધરાવતા લોકો માટે આટલી મોટી રકમની નોટો વટાવવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ ચૂકવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. AMCનો એડવાન્સ ટેક્ષ 2000ની નોટથી ભરી શકાશે. 


AMCની રેવન્યુ કમિટીનો નિર્ણય


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં આ વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદીઓ 30-9-2023 સુધી 2000ની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકશે. AMCની રેવન્યુ કમિટીના આ નિર્ણયથી 2000 રૂપિયાની નોટ ધારકોને ફાયદો એ થશે કે તેમને બેંકનો ધક્કા નહીં ખાવા પડે અને તે લોકો એડવાન્સ ટેક્ષ ભરવામાં આ નોટનો ઉપયોગ કરી શકશે. 


ટેક્ષ નહીં ભરનારી કંપનીઓ સામે લાલ આંખ


AMCએ ટેક્ષ નહીં ભરનારી કંપનીઓ સામે લાલ આંખ કરી નોટિસ ફટકારી છે. વોડાફોન, આઈડિયા, રિલાયન્સ સહિત 6 કંપનીઓને નોટિસ પાઠવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ 6 કંપનીઓનો રૂ. 2.21 કરોડનો ટેક્ષ બાકી છે. ટેલિફોન કંપનીઓ ટેક્સ નહી ભરે તો આરઓ પરમિટ નહીં આપવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, આગામી દિવસોમાં હોટલ, હોસ્પિટલ સહિતના સેક્ટરમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ટેક્ષ વસુલવામાં તમામ  કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...