અમદાવાદ મેટ્રો ટ્રેનના ટાઈમ ટેબલમાં થયો ફેરફાર, મુસાફરોના હિતમાં કરાયો મહત્વનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-17 13:04:15

અમદાવાદીઓ હવે મોટી સંખ્યામાં મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેન આ રીતે શહેરની લાઈફલાઈન બની છે. અમદાવાદ મેટ્રોમાં અપડાઉન કરતા નોકરિયાતો તથા અન્ય મુસાફરો માટે મહત્વના સમાચાર આવ્યા છે. અમદાવાદીઓની સુવિધા માટે મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયના ફેરફારને કારણે મુસાફરોને વધુ લાભ થશે.


સમયપત્રકમાં ફેરફાર થયો


અમદાવાદ મેટ્રો ઓથોરિટીએ મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હાલમાં મેટ્રો સવારે 9 વાગ્યે શરૂ થતી હતી, તો હવે મેટ્રો ટ્રેન સવારે 7 કલાકથી રાત્રીના 10 ક્લાક સુધી ચાલશે. આ નવા સમયપત્રકનો અમલ 30 જાન્યુઆરીથી થશે. આ મહત્વના નિર્ણયથી નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ધંધાદારી વર્ગને શહેરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવામાં વધુ સરળતા રહેશે.


PM મોદીએ કર્યું હતું ઉદઘાટન


PM મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું ગત વર્ષે 30 સપ્ટેમ્બર 2022ના રોજ  ઉદ્ઘાટન કર્યું હતું ત્યાર બાદ મેટ્રો રેલમાં મુસાફરી કરનારની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જનારા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક છે, તો બીજી તરફ આ અંતર્ગત વિદ્યાર્થીઓ અને નોકરીયાતોએ ગુજરાત મેટ્રો રેલ કંપનીને ટ્રેનનો સમયગાળો ઘટાડવાનો અને ફ્રીકવન્સી ઘટાડવા માટે રજૂઆત કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?