અમદાવાદીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવી મેટ્રો સંપૂર્ણ પણે દોડતી થઈ ગઈ છે ત્યારે સૌથી મોટી સમસ્યા હતી કે જે મુસાફરી કરવા આવતા હતાએ લોકો માટે પાર્કિંગની સુવિધા મળી રેહતી નોહતી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો.જેને લઇ મેટ્રો ટ્રેનના અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં મેટ્રો સ્ટેશનની આસપાસ આવેલા પે એન્ડ પાર્ક અથવા પાર્કિગ સ્થળમાં નાગરિકો પાર્કિંગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આજે મેટ્રો રૂટ પર 18 પાર્કિંગ સ્થળોએ મેટ્રોના પાર્કિંગ જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 18 પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે તેમાં કેટલાક એવા સ્થળ છે જે મેટ્રો રૂટથી 500 મીટર દૂર છે જેના કારણે લોકો વાહન પાર્કિંગ કરવાનું મોંઘું પડે તેમ છે.
કેટલા સ્થળોએ હાલ પાર્કિંગ ફ્રી ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી માં જાહેર થયું કે થલતેજથી વસ્ત્રાલ સુધીના મેટ્રો રૂટમાં નજીકમાં આવેલા 18 જેટલા પે એન્ડ પાર્ક અથવા પાર્કિગ પ્લોટ જેમાં આગામી દિવસોમાં ટેન્ડર બહાર પાડી અને કોન્ટ્રાક્ટ આપવાનો છે તે પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. 18 જેટલા પાર્કિંગ સ્થળ જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં 13 જેટલા પાર્કિંગ સ્થળ પે એન્ડ પાર્ક છે જ્યારે પાંચ જેટલા સ્થળોએ આગામી દિવસોમાં પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે. ત્યાં સુધી લોકો ફ્રીમાં એવી જગ્યાએ પાર્ક કરી શકશે. જોકે, કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક પાર્કિંગના સ્થળ છે તે થોડા દૂર છે જેના કારણે મુસાફરોને વાહન પાર્ક કરી સ્ટેશન સુધી ચાલવું પડે તેમ છે.
કયા કયા પાર્કિંગ કરી શકાશે વાહનો ?
ગુજરાત કોલેજ રેલવે ઓવરબ્રિજ નીચે (બંને તરફ)
રિલીફ રોડ મકરંદ દેસાઈ પાર્કિગ
લાલ દરવાજા GPO ઓફિસ પાસે
હેલ્મેટ સર્કલ (હાલમાં ફ્રી પાર્કિગ)
કાલુપુર કબૂતર ખાના પાસે
કાલુપુર ચોખા બજાર પાસે
વસ્ત્રાલ રતનપુરા ગામ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)
વસ્ત્રાલ અર્પણ સ્કૂલ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)
વસ્ત્રાલ માધવ સ્કૂલ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)
ગુજરાત વિદ્યાપીઠથી ઇન્કમટેક્સ રોડ
ઇન્કમટેક્સથી સેલ્સ ઇન્ડિયા
શાહપુર મહેશ્વરી મિલ પ્લોટ
સ્ટેડિયમ સર્કલથી પંચવટી
નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિગ
ગુરુદ્વારાથી પકવાન ચાર રસ્તા
મીઠાખળીથી માઉન્ટ કારમેલ સ્કૂલ
અખબારનગર અખદાનંદ સોસાયટી પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)