Ahmedabad: ક્ષત્રિય સમાજની બેઠક, પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દની માગ પર ક્ષત્રિય સમાજ અડગ તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-18 15:05:37

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા છેલ્લા દિવસોથી થઈ રહી છે... પરષોત્તમ રૂપાલા સામેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ભાજપ ટસનું મસ થવા તૈયાર નથી તો ક્ષત્રિયો પણ પોતાની માગ અને મુદ્દા પર અડગ દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. ત્યારે આવતી કાલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાવાનું છે.  


આજે ઘડાશે આંદોલનને લઈ રણનીતિ 

ગુજરાતમાં એક તરફ લોકસભા ચૂંટણીનો જંગ જામી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થઈ રહી છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય. ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી.. આવતી કાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બપોરે ત્રણ વાગ્યે રાજપૂત સંકલન સમિતિ અમદાવાદના ગોતા ખાતે પોતાની આગામી રણનીતિ ઘડવાની છે, ત્રણ વાગ્યે યોજાનારી આ બેઠકમાં ક્ષત્રિય સમાજ આરપારની જંગ માટે આક્રમક રણનીતિ ઘડી શકે 

છે.

અમદાવાદ પોલીસકમિશનરે બહાર પાડ્યું છે જાહેરનામું

રાજકોટના રતનપરમાં જે રીતે એલાન થયું હતુ કે રૂપાલા જો ફોર્મ પરત નથી લેતા તો આંદોલનનો પાર્ટ 2 યોજાશે અને અમદાવાદનું જીએમડીસી ભરી દેવામાં આવશે, એ જ દિશામાં રણનીતિ ઘડવાની તૈયારીઓ થઈ રહી છે, જો કે અમદાવાદના પોલીસ કમિશનરએ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કોઈને પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



અમદાવાદમાં આંદોલન કરવાની મળશે પરવાનગી?

એકબાજુ ક્ષત્રિય સમાજ શાંતિપુર્વક આંદોલનના વિવિધ રસ્તા શોધી રહ્યો છે, રાજકીય પક્ષો આક્રમક રીતે પોતાના ઝંડા સતત લહેરાવે છે, પણ વિરોધ દર્શાવવો હોય તો કાળા વાવટા ફરકાવવા પર અમદાવાદમાં પ્રતિબંધ છે, એવા સંજોગોમાં અમદાવાદમાં આંદોલન માટે પરવાનગી મળે એવી સંભાવનાઓ નહિવત લાગી રહી છે, અને જો પરવાનગી મળે છે તો કેટલી સંખ્યામાં  ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈને શક્તિપ્રદર્શન કરી શકે છે એ જોવાનું રહેશે. 



આજની રણનીતિ પર રહેલો છે આધાર 

રાજકોટના રતનપરમાં મળેલા સંમેલનના દ્રશ્યોએ આખા દેશમાં ચર્ચા જગાવી હતી, આ મુદ્દો હવે દેશના અલગ અલગ હિસ્સાઓ પર પ્રભાવ પાડી રહ્યો છે એવા સંજોગોમાં ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ પર બધો આધાર રહેવાનો છે. આંદોલન એવા મુકામ પર પહોંચ્યું છે જ્યાંથી પાછા વળવું કોઈ માટે સરળ નથી રહ્યું. ત્યારે આંદોલનમાં વચ્ચેનો રસ્તો જે પહેલેથી હતો જ નહીં એની સંભાવનાઓ પણ સાવ ઘટી ગઈ છે. બંને બાજુ રાજહઠ છે, કોણ ઝુકે છે અને સામે વાળાને કેવી રીતે ઝુકાવે છે એ દ્રશ્ય 4થી જૂને ખબર પડશે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?