Ahmedabad Kalorex school : વીડિયો બનાવનાર વિરૂદ્ધ લેવાશે દંડાત્મક કાર્યવાહી, જાણો પોલીસે શું કરી કાર્યવાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-06 15:39:47

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર અમદાવાદમાં આવેલી ઘાટલોડિયા સ્કૂલનો વીડિયો વાયરલ થયો હતો. તેમાં વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા લોકો, વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ શાળામાં પહોંચી શિક્ષકને માર માર્યો હતો. ત્યારે આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા શાળા ઓથોરિટી આ મામલે કેસ કરે તે માટે કહેવામાં આવ્યું આ બધા વચ્ચે જે કર્મચારીએ આ વીડિયો બનાવી અપલોડ કર્યો હતો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ શિક્ષકને માર્યો હતો માર 

અમદાવાદની કોલોરેક્સ સ્કૂલનો એક વીડિયો સેશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બાળકોને નમાઝ અદા કરાવવામાં આવી રહી હતી.વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હિંદુ સંગઠનોના અનેક કાર્યકર્તાઓએ કાયદો પોતાના હાથમાં લીધો હતો. શિક્ષકને મારતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનામાં પોલીસ ફરિયાદ સ્કૂલ દ્વારા કરવામાં આવે તે માટે પોલીસે સ્કૂલ ઓથોરિટીને આગળ આવવા આહ્વાન કર્યું હતું.. 



વીડિયો બનાવનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી 

જો આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવતી તો પોલીસ પોતે આ કેસમાં ફરિયાદી બનશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. ત્યારે આજે આ મામલે નવી અપડેટ આવી છે. સ્કૂલના કર્મીઓ સાથે શિક્ષાત્મક પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. આ વીડિયો જેણે પણ બનાવ્યો છે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત આ મામલે તપાસ કરવા માટે સમિતીની પણ રચના કરવામાં આવી છે. અને આ સમિતી દ્વારા તપાસ પણ શરૂ થઈ ગઈ છે. 3 એજ્યુકેશન ઈન્સપેક્ટર આ સમિતીમાં સામેલ છે. 


ટીમ દ્વારા કરવામાં આવી પ્રાથમિક તપાસ  

મહત્વનું છે કે આ વીડિયોની જાણ ડીઈઓને થતાં સમગ્ર મામલો શું છે તેની જાણકારી મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  ડીઈઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં નોંધવામાં આવ્યું હતું કે સ્કૂલનો એવો કોઈ ઈરાદો ન હતો, મહત્વનું છે કે આચાર્ય દ્વારા માફી પણ માગવામાં આવી હતી. ત્યારે હવે જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો છે તેમના વિરૂદ્ધ દંડાત્મક પગલા લેવામાં આવશે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...