Ahmedabad Kalorex school : શિક્ષકને મારવા વાળા લોકો વિરૂદ્ધ થશે પોલીસ ફરિયાદ! જાણો સૂત્રો પાસેથી શું મળી છે માહિતી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-05 14:34:09

સોશિયલ મીડિયા પર અમદાવાદની શાળાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો હતો. વીડિયો વાયરલ થયા બાદ એબીવીપી તેમજ વિવિધ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ શાળાએ પહોંચી ગયા હતા અને શિક્ષકને માર માર્યો હતો. ત્યારે સૂત્રો પાસેથી એવી માહિતી સામે આવી છે કે જે લોકોએ શિક્ષકોને માર માર્યો હતો તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. આ મામલે એવી પણ માહિતી સામે આવી છે કે અમદાવાદ પોલીસ પોતે આમાં ફરિયાદી બનશે. સ્કૂલ ઓથોરિટી આગળ આવીને આ મામલે કેસ કરાવે તે માટે પોલીસે પ્રયાસ કર્યા છે તેવી પણ વાત સામે આવી છે. 


શિક્ષકને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ માર્યો હતો માર 


શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ શાળામાં નમાજ પઢાવવ્યાનો વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયો તે બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે. હિંદુ સંગઠનોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. શાળાએ પહોંચીને શિક્ષકોને પણ હિંદુ સંગઠનોએ માર્યા હતા. વાલીઓ તેમજ હિંદુ સંગઠનના કાર્યકરોએ શાળામાં વિરોધ કર્યો હતો. શિક્ષકને માર પણ મારવામાં આવ્યો. મામલો વધારે વધતા શાળાના પ્રિન્સિપલે માફી માગી હતી. તે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં પણ સામે આવ્યું હતું કે ઈદ સેલિબ્રેશન કરાવવા પાછળ શાળા સંચાલકનો ખરાબ ઉદ્દેશ્ય ન હતો.



આ મામલે જો સ્કૂલ ફરિયાદ નહીં કરે તો પોલીસ બનશે ફરિયાદી!

આ મામલે સૂત્રો પાસેથી એક માહિતી સામે આવી છે કે આ મામલે પોલીસ પોતે ફરિયાદી બનશે. પોલીસે સ્કૂલની ઓથોરિટીને જે લોકોએ મારપીટ કરી હતી તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી વાત પોલીસે કહી હતી. જો કાલ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં કરે તો પોલીસ પોતે ફરિયાદી બનશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આ વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.  



શું હતો સમગ્ર મામલો?


કેલોરેક્સ સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન ઇદના દિવસે વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવવામાં આવી હતી અને તેનો વીડિયો સ્કૂલે પહેલા પોતાના સોશિયલ મીડિયા પેજ પર ચડાવ્યો હતો બાદમાં ઉતારી લીધો હતો. જોકે એ સમયગાળા દરમિયાન આ વીડિયો વાયરલ થઇ ગયો હતો. જેને લઇને આજે સ્કૂલમાં હિન્દુ સંગઠનો વિરોધ કરવા પહોંચ્યા હતા.વિવાદને વકરતો જોઇને સ્કૂલ દ્વારા માફી માગવામાં આવી હતી. બીજી તરફ એબીવીપી દ્વારા સ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વીએચપીના આગેવાનો દ્વારા સ્કૂલ સામે પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ સ્કૂલને નોટિસ ફટકારી છે અને નમાઝ પઢાવવા બાબતે તત્કાલ સ્વરૂપે જવાબ રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?