દેશનું સૌથી સ્વચ્છ મેગાસિટી એટલે અમદાવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:20:38

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતાના ક્રમાંકની જાહેરાત કરવામાં આવી હતી. આ સૂચિમાં અનેક શહેરોના નામ સામે આવ્યા છે જેમાં અમદાવાદ સતત ચોથા વર્ષે ભારતના સૌથી સ્વચ્છ મેગાસિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ તો થઈ મેગાસિટીની વાત હવે સિટી તરફ પણ વાત કરીએ તો ઈન્દોર સતત છઠ્ઠા વર્ષે ભારતના સ્વચ્છ શહેરની યાદીમાં ટોપ પર આવ્યું છે. સુરત શહેર દેશના સ્વચ્છ સિટીમાં બીજા ક્રમાંકે સ્થાન મેળવ્યું છે. 


સ્વચ્છતા વિશે તમને આટલી તો ખબર હોવી જ જોઈએ

આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પૂરીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય મધ્યપ્રદેશ છે. ભારતના સ્વચ્છ શહેરોમાં નવી મુંબઈ દેશનું ત્રીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. જ્યારે નાના રાજ્યોમાં ત્રિપુરા સૌથી સ્વચ્છ રાજ્યના સ્થાને પ્રથમ આવ્યું હતું. ગંગા નદીના કિનારે વસેલા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરમાં હરિદ્વારે પોતાનું પહેલું સ્થાન નોંધાવ્યું હતું. જ્યારે વારાણસી અને ઋષિકેશ ગંગા નદીના કિનારે વસેલા સૌથી સ્વચ્છ શહેરોમાં બીજા અને ત્રીજા સ્થાને પોતાનું સ્થાન નોંધાવ્યું હતું. 


હરદીપસિંહ પુરીએ કરી શહેરોના નામની જાહેરાત 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ સિટી, મેગાસિટી અને દેશના સૌથી સ્વચ્છ રાજ્યના નામની જાહેરાત કરવામાં આવી હતી.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.