મા દુર્ગાની ઉપાસનાનો નવરાત્રિનો પર્વ ગુજરાતમાં ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ તૈયાર થઈને ગરબા રમવા નિકળતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓ પર માનવ કીડીયારું ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ જાય છે. એવામાં નવરાત્રિના પ્રથમ ચાર દિવસોમાં ઇમરજન્સી 108 સેવાના અકસ્માતના આંકડાઓ પર નજર કરવામાં આવે તો નવરાત્રિના પ્રથમ ચાર દિવસમાં વધતા જતા અકસ્માતોમાં વધારો જોવા મળ્યો સાથે સાથે રાત્રિના સમયે થતા અકસ્માતોમાં લગભગ 50%નો વધારો થયો છે.
નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા
EMRI 108ના ડેટા મુજબ 26 થી 29 સપ્ટેમ્બર સુધી અકસ્માતોની સંખ્યા દરરોજ 6 હતી, જે અગાઉના સપ્તાહની દૈનિક સરેરાશ 3.86 કેસની સરખામણીમાં 55% નો વધારો છે.
26 થી 29 સપ્ટેમ્બર સુધીમાં 245 અકસ્માતના કેસ નોંધાયા હતા જે 108 થયા હતા જ્યારે 19 થી 25 સપ્ટેમ્બર સુધીમાં 469 અકસ્માતના કેસ નોંધાયા હતા.
મધરાતથી સવારના 4 વાગ્યા સુધીના અકસ્માતોમાં પણ વધારો થયો છે. શહેરના પશ્ચિમ ભાગમાં સૌથી વધુ અકસ્માતો નોંધાય જેમ કે સોલા, થલતેજ, વૈષ્ણોદેવી સર્કલ, સરખેજ, બોપલ અને દક્ષિણ બોપલ, શ્યામલ ચોકડી, વેજલપુર, ઇસ્કોન સર્કલ, વાયએમસીએ સર્કલ, કર્ણાવતી ક્લબ ચોકડી, પ્રહલાદનગર, મકરબા, નવરંગપુરા, પાલડી વિસ્તારમાં નોંધાયા હતા.
શહેરના ઉત્તરીય અને પૂર્વીય ભાગો જેવા કે ઓગનાજ, ચાંદખેડા, સાબરમતી, કાંકરિયા, નિકોલ, નવા નરોડા, નારોલ, વસ્ત્રાલ અને બાપુનગર વગેરેમાંથી પણ અકસ્માતો નોંધાયા હતા.
EMRI 108ના અધિકારીએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે લોકોની અવરજવરમાં વધારો થવાથી અકસ્માતોમાં વધારો થયો છે. "અકસ્માતમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંનેનો સમાવેશ થાય છે.
રોડ સેફ્ટીના મુદ્દાઓ પર કામ કરતી એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટી (ATCC) ટ્રસ્ટના પ્રમુખ ડૉ. પ્રવિણ કાનાબારે જણાવ્યું હતું કે બેફામ ડ્રાઇવિંગ, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ઉતાવળ કરવી, હેલ્મેટ ન પહેરવું અને ટુ-વ્હીલર પર ફરજિયાત કરતાં વધુ લોકો અકસ્માતના ભોગ બન્યા છે.
નવરાત્રિનો પાવન તહેવાર ચાલી રહ્યો છે અને આ તહેવાર દેશ દુનિયામાં પણ ઉજવાય છે. પણ એમાં ખાસ નવરાત્રિના અવસર પર ગુજરાત જાણે ભક્તિના રંગે રંગાયું હોય એવું લાગે છે કે જ્યાં ભાવ,ભક્તિ, હરખ સાથે ગુજરાતીઓ માતાજીની આરાધના કરે છે અને ગરબા રમે છે. કોરોના સમયના 2 વર્ષ ગુજરાતીઓએ શેરીઓ-ગલીઓમાં માતાજીની આરાધના કરી અને ગરબાની રમઝટ બોલાવી હતી.પણ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું છે તો રાજ્ય સરકારે પાર્ટી પ્લોટમાં ગરબાની મંજૂરી આપી છે. એટલે ખેલૈયા અવનવા પોષક પહેરી મોટા પાર્ટી પ્લોટમાં ઉત્સાહ સાથે ગરબા રમવા નીકળી પડ્યા છે ખાસ કરીને અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધી જતી હોય છે. એમાં પણ જે જલ્દી જલ્દીમાં જવા વાળા કે જેઓ આડેધડ ગાડીઓ ચલાવી પોતાને તો નુકશાન પહોંચાડે છે સાથે બીજા વાહનોને પણ નુકશાન પહોંચાડે છે.અને અકસ્માતને સામેથી આમંત્રણ આપે છે.