અમદાવાદ હિટ એન્ડ રન કેસ: તથ્ય પટેલના બાપ અને વકીલને સાંભળશો તો ગુસ્સાથી ધ્રૂજી ઉઠ્શો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-20 14:54:45

અમદાવાદના રસ્તાઓ નબીરાઓ માટે જ છે. રસ્તા પર BMW, jaguar,ઓડી જેવી ગાડીઓ જ ચાલે, બાઈકને અથવા રસ્તા પર ચાલવાનો હક સામાન્ય માણસને નથી, રાતના સમયે રસ્તો જાણે પોતાના બાપનો હોય તેવી બેફામ રીતે વાહન ચલાવતા હોય છે. અને જો તમે રસ્તા પર ઉભા છો તો વાંક તમારો છે. કારણ કે ગાડીમાં બેઠેલો નબીરો દોષિત કેવી રીતે હોઈ શકે? આ વાત એટલા માટે કરવી છે કારણ કે અકસ્માત બાદ તથ્ય પટેલ (અકસ્માત કરનાર નબીરો)ના પિતાનું તેમજ વકીલનું નિવેદન સામે આવ્યું છે. કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવે તે પહેલા જ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે તેને નિર્દોષ જાહેર કરી દીધો છે. તેમનું નિવેદન સામે આવ્યું છે જેને સાંભળી તમારૂં દિમાગ ખરાબ થઈ જશે.  

 

કોર્ટ ફેંસલો સંભળાવે તે પહેલા પિતાએ તથ્યને નિર્દોષ જાહેર કર્યો!      

આ મામલે કોઈ કાર્યવાહી થાય તે પહેલા જ નબીરાના પિતા એટલે કે પ્રજ્ઞેશ પટેલે પોતાના દીકરાને નિર્દોષ જાહેર કરી દીધો છે. તથ્યના પિતાનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે કાયદાકીય રીતે જે થતું હશે તે કરવામાં આવશે. કાર અમારા ભાગીદારના નામે નોંધાયેલી છે. તથ્ય પાસે ડ્રાઈવિંગ લાયસન્સ છે. અકસ્માતમાં એટલું બધું વાગ્યું હતું કે તે બેભાન થઈ ગયો. રાતે 11 વાગ્યે મિત્રો સાથે કેફે જવા નીકળ્યો હતો. અકસ્માત સમયે ગાડીમાં 2-3 છોકરીઓ અને છોકરાઓ હતા. જે લોકો ગાડીમાં હતા તે તમામ કોર્ટ સમક્ષ આવવા પણ તૈયાર છે.

સામાન્ય લોકો માટે નથી હોતી નબીરાઓને લાગણી

તથ્ય પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરાય તે પહેલા પ્રજ્ઞેશ પટેલને સજા થવી જોઈએ. નબીરાઓ માને છે કે પૈસાથી તમામ વસ્તુઓ તો ઠીક પરંતુ સિસ્ટમને ખરીદી શકાય છે. કારણ કે ગેંગરેપના આરોપી એટલે કે તથ્યના પિતાએ પણ એ જ કર્યું હતું. તેણે જોયું હશે કે પૈસા હોય તો ગમે તે ખરીદી શકે. આવા નબીરાઓને સામાન્ય લોકો પ્રત્યે લાગણી હોય તે માનવું અશક્ય છે.  


અસંવેદનશીલ બનતી જઈ રહી છે આજની પેઢી

અમદાવાદનો એસજી હાઈવે દરરોજ રાત્રે રેસના મેદાનમાં બદલાઈ જતો હોય છે. દર થોડા દિવસે સિંધુભવનથી હિટ એન્ડ રન જેવી ઘટનાઓ બનતી હોય છે. એટલી લુખ્ખાગીરીથી એક્સીલેટર પર પગ મૂકે છે જાણે પોતાના પગ નીચે કચડીને જતો હોય. એમને કોઈનો ડર નથી કશી પરવાહ નથી. કશોજ ફરક નથી પડતો, અસંવેદનશીલ વ્યક્તિઓને જન્મ આપી રહ્યા છે જેમને 9 મરે તો પણ ફરક નથી પડતો કે નથી તો કે 90 મરે તો પણ ફરક નથી પડતો. એટલા અસંવેદનશીલ બાળકોને જન્મ આપી રહ્યા છીએ જેને આપણે દેશના ભવિષ્ય કહીએ છીએ.    

અકસ્માત અજાણતા સર્જાયો છે - તથ્ય પટેલના વકીલ 

તે સિવાય તથ્યના વકીલનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે અકસ્માતએ અજાણતા થયેલો ગુન્હો છે. ગાડીની ઓવરસ્પીડ ન હતી. રસ્તાની વચ્ચે થાર અને ડમ્પર ઉભું હતું તેના કારણે અકસ્માત થયો હતો. વકીલ જે રીતે બેફીકરાઈથી વાત કરી રહ્યો છે તે બતાવે છે કે તેને ખબર છે કે આજે નહીં તો કાલે તથ્ય પટેલ નિર્દોષ સાબિત થઈ જવાનો છે. વકીલ પોલીસ પર આરોપ લગાવે છે કે પોલીસે બેરિકેટ નથી લગાવ્યા. 


ગરીબ હોવું શું ગુન્હો છે?  

જે અકસ્માત સર્જાયો છે તે એટલો ભયંકર હતો કે 30 ફૂટ સુધી ઉપર ઉછળ્યા છે અને પછી નીચે પટકાયા છે. બેરિકેટ નથી લગાવ્યો એનો અર્થ નથી કે તમે માણસને ઉડાવી દેશો? થોડા સમય પહેલા પણ એક ઘટના આવી હતી જેમાં ફૂટપાટ પર ઉંઘતા લોકોને ગાડીએ કચડી નાખ્યા હતા. શું ફ્રૂટપાટ પર ઉંઘવું તે તેમનો ગુન્હો હતો? 


પૈસાથી ખરીદી શકાય છે સિસ્ટમને

આજકાલના યુવાનો બેફામ રીતે ગાડીઓ ચલાવે છે. આવા નબીરાઓના અહંકારને તેમના માતા પિતા પોષતા હોય છે. દરેક અમીરો ખરાબ નથી હોતા પરંતુ આવી ઘટનાઓ ઘટે ત્યારે પિતાએ સામે આવીને કહેવું જોઈએ કે જો ગુન્હો થયો છે તો સજા પણ મળવી જોઈએ. આ ઘટનામાં એક બાપનો પુત્ર પ્રેમ બોલે છે. તમે સિસ્ટમ મેનેજ કરી શકો છો, સિસ્ટમ મેનેજ કરી શકો છો પરંતુ પેલા માણસોનો તો જીવ જ નથી રહ્યો. તમારા 25 સેકેન્ડની ભૂલ 25 વર્ષના યુવાન દીકરાને ભોગવવી પડે છે. મા એ માટે સંતાનને જન્મ નથી આપતી કે કોઈ અમીર બાપનો દીકરો આવી તેની ગાડી નીચે કચડી નાખે. 


એકની ભૂલ બીજા માટે બને છે સજા

ઘરમાં અપાતા સંસ્કાર બાળકના માનસ પર ખૂબ અસર કરતા હોય છે. બાળકને માતા પિતાના સ્વભાવનું દર્પણ કહેવાય છે. જેવી રીતે માતા પિતા લોકો સાથે વ્યવહાર કરતા હોય છે તેવી જ રીતે તેમના બાળકો પણ અન્ય લોકો સાથે વ્યવહાર કરતા હોય છે. આ વાત એટલા માટે કહેવી છે કારણ કે અમદાવાદના ઈસ્કોન પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માત સર્જાયો ત્યારે રસ્તા પર લોકોની ચીસો સંભળાતી હતી. અકસ્માતમાં એકના ભૂલની સજા બીજા લોકોને ભોગવવી પડતી હોય છે. આ ઘટનામાં પણ એવું જ થયું. 


સિસ્ટમ પાસે આટલી જ છે અપેક્ષા

આ સિસ્ટમ સાથે એટલી અપેક્ષા કે દર વખતે તથ્ય પટેલ હાથમાંથી છૂટી જાય છે અને બાકી બધું આમનું આમ પાછળ છૂટી જાય છે. એટલે જ દોષિતને એટલી તાકત મળી જાય છે કે આ સિસ્ટમમાં બધુ જ ખરીદી શકાય છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?