આપણે આપણી જીંદગીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણી આસપાસ રહેતા લોકો વિશે આપણે જાણતા નથી... અનેક લોકોને તો એ પણ ખબર નથી હોતી કે તેમના પાડોશમાં કોણ રહે છે, તેમના ઘરમાં કામ કરવા આવતા લોકો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવે છે વગેરે વગેરે...આપણે તો તેમને પડતી તકલીફો વિશે નથી જાણતા પરંતુ રાજનેતાઓ પણ એવા વિસ્તારોની મુલાકાત નથી લેતા.
જમાવટની ટીમે એવા પરિવારની મુલાકાત લીધી જે..
ચૂંટણી સમયે જે ગરીબ લોકોની પરિસ્થિતિ સુધારવાની વાત રાજનેતાઓ પોતાના ભાષણમાં કરતા હોય છે તે ગરીબ પરિવાર કેવી રીતે ગુજરાન ચલાવે છે, તેમને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે જોવા રાજનેતાઓ નથી જતા...ત્યારે જમાવટની ટીમે એક એવા પરિવારની મુલાકાત કરી જે ઘરોમાં કામ કરીને, રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.... અમદાવાદને આપણે વિકસીત શહેર માનીએ છીએ, વિકસીત શહેર છે પણ ખરૂં પરંતુ આપણે એવા લોકોને આપણી સાથે લઈને ચાલવાનું ભૂલી ગયા છીએ કદાચ જે આપણી જેમ આ સમાજનો હિસ્સો છે....
અમારી જેવી રીતે જીંદગી વિતી તેવી જીંદગી તેમના બાળકો ના જીવે...
ચૂંટણી સમયે નેતાઓને ગરીબ પરિવાર યાદ આવે છે, તેમને આગળ લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી શું નેતાઓને આવા ગરીબ પરિવારો યાદ આવે છે ખરા? ના, અને જો કદાચ આવા ગરીબ પરિવારો યાદ આવતા હોત તો આજે આવા લોકોને આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડ્યો હોત.. જ્યારે મજૂરી કરીને, ઘરના કામો કરીને ગુજરાન ચલાવતા પરિવારની મુલાકાત લઈએ છીએ ત્યારે એક વાત સામાન્ય જોવા મળે છે..માતા પિતા કહેતા સંભળાય છે કે અમે આવી મજૂરી કરી પરંતુ તમને આવી મજૂરી નહીં કરવા દઈએ... આ કિસ્સામાં પણ આવું જ છે...
બાળકોના સારા ભવિષ્ય માટે માતા પિતા કરે છે મજૂરી
માતા ઈચ્છે છે કે તેમના સંતાન આવી સ્થિતિમાંથી પસાર ના થાય. પરંતુ તેમની એક દિકરી મોટી થઈને તેમના જેવું કામ કરવા માગે છે કારણ કે તેને પોતાની માતાને ટેકો કરવો છે... જેવી મજૂરી માતા કરે છે તેને જોઈ હેતલબેનની દીકરી દિવ્યાને દયા આવી ગઈ... વાત કરતા કરતા તે ભાવુક પણ થઈ ગઈ... જે બાળકોએ પોતાના માતા પિતાને મજૂરી કરતા જોયા છે તેવા બાળકો એવું જ ઈચ્છે કે તે જલ્દી મોટા થાય અને તેઓ કામ પર લાગી જાય જેને કારણે તેમના માતા પિતાને કામ ના કરવું પડે... જે ઘરની મુલાકાત દેવાંશી જોષીએ કરી તે તેમના ઘરે કામ કરવા આવે છે..
જાગૃતિના અભાવને કારણે નથી હોતી યોજનાઓની જાણકારી
હેતલબેનના પરિવારે આખી કહાણી જણાવી. મતને લઈ હેતલબેનના પરિવારનો મત શું છે તે જાણવાની કોશિશ કરી.. મતદાનને લઈ, સરકારી યોજનાઓને લઈ તે લોકો કેટલા જાગૃત છે તે જાણવાનો પ્રયાસ કર્યો.. મહત્વનું છે કે અનેક સરકારી યોજનાઓ છે જેનો લાભ અનેક લોકો લે છે પરંતુ અનેક એવા લોકો પણ છે જેમની પાસે એટલી જાણકારી નથી હોતી યોજનાઓને લઈ...
મજૂરી કરીને જીવન ગુજારનારી અનેક પેઢીઓ આવી રીતે ગુજરી છે...
એક ભારત એવું છે જે આપણે રોજે જોઈએ છીએ પરંતુ એક ભારત એવું પણ છે જે આ ભારત કરતા એકદમ અલગ છે. જ્યાં સુધી આપણે આ ભારતને સાથે લઈને નહીં ચાલીએ ત્યાં સુધી આ ભારતની પરિસ્થિતિ નહીં બદલાય... જે પરિસ્થિતિમાં માતા હોય છે , તે જ પરિસ્થિતિમાં તે બાળક પણ જીવે છે અને આ એક વિષચક્ર છે જેમાં પેઢીઓની પેઢીઓ વહી જાય છે....