અમદાવાદ હવે બન્યું બ્રિજ સિટી , 165 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:54:58

અમદાવાદમાં બ્રિજ ડેવલોપમેન્ટનું કામ એકદમ પુરજોરથી ચાલી રહ્યું છે. શહેરમાં SG હાઈવે અને SP રીંગરોડ પર સૌથી વધુ બ્રિજ બન્યાં છે. ત્યારે શહેરમાં વધુ એક ઓવરબ્રિજ બનાવવાની વિચારણા શરૂ કરાઈ છે. અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ગુજરાતનો સૌથી લાંબો ઓવેરબ્રિજ બનવા જઈ રહ્યો છે . 165 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ઓવરબ્રિજ માટે રાજ્ય સરકાર અને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે.


કેટલા ખર્ચે તૈયાર થશે બ્રિજ ???


નરોડા પાટિયાથી દરરોજ 1.5થી લગભગ 2 લાખ વાહનો અહીથી પસાર થતાં હશે. અગાઉ છેલ્લા ઘણા વર્ષોથી મનપાના બજેટમાં નરોડા પાટિયા બ્રિજનું કામ કેરી ફોરવર્ડ થઇ રહ્યું હતું. પરંતુ આખરે તે ખુશીનો  દિવસ આવી ગયો.આધુનિક ડિઝાઈન સાથે આ બ્રિજ 165 કરોડના ખર્ચે નરોડા પાટીયા જંક્શનથી નરોડા ગેલેક્ક્ષી ક્રોસ રોડ સુધી બનશે. કુલ 3 કિ.મી લાંબા બ્રિજથી અમદાવાદના લોકો સીધા જ હિંમતનગર અથવા રાજસ્થાન તરફ જઈ શકશે. બ્રિજ ઉપર ચડવા અને ઉતરવા માટે એક્ઝીટ પણ આપવામાં આવશે. 


ટ્રાફિકથી મળશે છુટકારો !!!!


બ્રિજ બનવાથી લગભગ 2 કલાકનો સમય બચી જશે. શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે પૂર્વ વિસ્તારમાં નરોડામાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા છે કેમ કે ત્યાં થી ચીલોડ અને રાજસ્થાન જવા વાળા વાહનો પસાર થતાં હોય છે ત્યારે જો આ સૌથી લાંબો બ્રિજ બની જાયતો ટ્રાફિકની સમસ્યા એકદમ ઓછી થઈ જશે 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?