Ahmedabad : લગ્ન પ્રસંગમાં બની ફૂડ પોઈઝનિંગની ઘટના, જાનૈયાઓને ખસેડાયા હોસ્પિટલ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-13 09:14:48

હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં વિવિધ પ્રકારની વાનગી પિરસવામાં આવે છે. પરંતુ અનેક વખત એવી વાનગી, એવા વેલકમ ડ્રીંક પિરસવામાં આવે છે જેને કારણે લગ્નમાં જમાનાર લોકોની તબિયત બગડતી હોય છે. ત્યારે અમદાવાદમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જાનૈયાઓ રાજપીપળાથી આવ્યા હતા અને જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાવા લાગી અને તેમની તબિયત ખરાબ લાગી. ફૂડ પોઈઝનિંગની અસર દેખાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્ટી શરૂ થઈ ગઈ અને તેમને અશક્તિ મહેસૂસ થવા લાગી. અનેક લોકોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજા લોકો નડિયાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં આ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ હોટેલ પર તાળા મારી સંચાલક ફરાર થઈ ગયા છે.  



રાજપીપળાથી આવ્યા હતા જાનૈયાઓ! 

વ્યવસ્થિત ભોજન ન પીરસાવાને કારણે અનેક વખત ફૂડ પોઈઝનિંગની ઘટના બનતી હોય છે. રાજપીપળાથી અમદાવાદ લગ્ન માટે આવેલા જાનૈયાઓને હોસ્પિટલ જવું પડ્યું છે કારણ કે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. મળતી માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં આવેલા 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. લગ્ન પ્રસંગનું આયોજન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં કરાયું હતું. રાજપીપળાથી હિમાંશુ ભાવસાર પરિવાર સાથે જાન લઈને અમદાવાદ આવ્યા હતા. 



લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જાનૈયાઓ જઈ રહ્યા હતા ત્યારે બની ઘટના!

અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં ઉતારો હતો અને ત્યાંજ લગ્નની વિધી પૂર્ણ થઈ હતી. અનુમાન અનુસાર વેલકમ ડ્રીંકની સાથે દુધની બનાવટનો જ્યુસ પીરસવામાં આવ્યો હતો, ત્યાર બાદ તમામને ભોજન પીરસવામાં આવ્યું હતું. જેને કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ. વર પક્ષ તેમજ કન્યા પક્ષના લોકોની તબિયત ખરાબ થવા લાગી. કન્યા વિદાય બાદ જ્યારે જાનૈયાઓ પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અનેક લોકોની તબિયત બગડવા લાગી. 



હોટેલ સંચાલક તાળા મારીને ફરાર! 

જાનૈયાઓને ઉલ્ટી થવા લાગી અને અશક્તિ મહેસૂસ થવા લાગી. અમદાવાદમાં જેમની તબિયત બગડી તેમને એલ.જી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા અને બીજા જાનૈયાઓને નડિયાદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટના સામે આવતા હોટલ સંચાલક હોટેલને તાળા મારીને ફરાર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આ ઘટના બાદ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું નથી!



ફૂડ પોઈઝનિંગના શું હોય છે લક્ષણ?     

સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ ઉનાળા દરમિયાન વધારે બનતી હોય છે. ઉનાળાના સમયમાં ભોજન બગડવાની બીક વધારે રહેતી હોય છે. જો કોઈ દૂધની આઈટમ બનાવી હોય તો તેનું વધારે ટેન્શન હોય છે. ખરાબ ભોજન ખાવાને કારણે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે. જો ફૂડ પોઈઝિનિંગના લક્ષણોની વાત કરીએ તો પેટમાં દુખાવો થાય, ઉલ્ટી થાય, માથામાં પણ દુખાવો થાય. કમજોરી મહેસૂસ થવા લાગે વગેરે વગેરે.... જો તબિયત વધારે ખરાબ લાગે તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ. અમે આશા રાખીએ કે ફૂડ પોઈઝિનિંગ કોઈને ના થાય.     



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.