અમદાવાદ: 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો, જાણો કેટલો છે ટિકિટનો ભાવ


  • Published By :
  • Published Date : 2023-12-21 17:40:41

અમદાવાદમાં દર વર્ષે યોજાતા ફ્લાવર શોનું લોકોને ખૂબ આકર્ષણ રહે છે. આ ફ્લાવર શોને લઈ તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આગામી તારીખ 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે યોજાનારા ફ્લાવર શોનું સૌથી મોટું આકર્ષણ સરદાર પટેલનું સુંદર પુતળું છે. તે ઉપરાંત 33 સ્કલ્પચર દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી જોવા મળશે. જો કે સૌથી મોટી ચર્ચાનો વિષય ફ્લાવર શોની ટિકિટના ઊંચા ભાવ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 30 ડિસેમ્બરે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરીને મુલાકાતઓ માટે ખુલ્લો મુકશે અને તેની ટિકિટ ઓનલાઇન તેમજ સિવિક સેન્ટરમાંથી મળી રહેશે. 


કેટલો છે ફ્લાવર શોની ટિકિટનો દર?


અમદાવાદ ફ્લાવર શોના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી વ્યક્તિ દીઠ રૂ.50ની ફી અને વીક એન્ડના દિવસો શનિ અને રવિવાર માટે વ્યક્તિદીઠ રૂ.75ની ફી નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષ કરતાં ટિકિટનો ભાવ લગભગ ડબલ રાખવામાં આવ્યો છે. જોકે, 12 વર્ષ સુધીના બાળકો તેમજ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ફ્લાવર શોની મુલાકાત નિઃશુલ્ક રહેશે. આ વખતે ફ્લાવર શો જોવા માટે આવનારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારીત નાસ્તાના વધુ ફુડ સ્ટોલ પણ લગાવવામાં આવશે. મુલાકાતીઓને નાસ્તાની સુવિધા મળી રહે તે માટે ફુડ કોર્ટ અને સ્ટોલની વ્યવસ્થા કરાશે અને તેમાં મિલેટ્સ આધારિત નાસ્તાની સામગ્રીઓ મુકવામાં આવશે. ફ્લાવર શોની જેમ બુક ફોરમાં પણ મિલેટ્સ આધારિત વાનગીઓ ફુડ કોર્ટમાં જોવા મળશે. 


ફ્લાવર શોનું શું છે મુખ્ય આકર્ષણ?


આ વર્ષે ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સરદાર પટેલનું સ્ટેચ્યુ છે. પહેલી વખત ફ્લાવર શોમાં 6 મીટર સરદાર પટેલનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોમાં  કાર્ટુન કેરેક્ટર, નવું સંસદ ભવન, સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં GSLV MK 3 રોકેટનું સ્કલ્પચર મુખ્ય છે. ફ્લાવર શોમાં 800 કરતા વધુ પ્રકારના ફુલ- છોડ તથા લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વિદેશી અગ્રણીઓ પણ AMCના ફ્લાવર શોની મુલાકાતે આવે તેવી શક્યતાને ધ્યાનમાં લઈને આગામી ફ્લાવર શો શ્રેષ્ઠ અને ઈન્ટરનેશનલ કક્ષાનો બનાવાશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?