લેભાગુ ભુવાની વાતોમાં આવી અમદાવાદના એક પરિવારે 32 લાખ ગુમાવ્યા, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-11 21:28:35

આજના આધુનિક જમાનામાં પણ લોકો અંધશ્રધ્ધામાં લેભાગુ ભુવાઓની વાતોમાં આવી જઈને પોતાનું સઘળું ગુમાવી દેતા હોય છે. ભુવાએ મેલી વિદ્યા અને મુઠ ઉતારવાના નામે એક પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલે ગાંધીનગરના માણસા તાલુકાના અનોડીયા ગામના 3 શખ્સ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


સમગ્ર મામલો શું છે?


અમદાવાદના નિકોલ ખાતે રહેતા અને સિલાઈ મશીન નું કામકાજ કરતા પૂનમબેન બાબુભાઈ ચૌહાણ તથા તેમનો પરિવાર આર્થિક સંકડામણ ભોગવતો હતો. આ સંકડામણથી દુર કરવા માટે પૂનમબેનએ ગાંધીનગરના માણસા તાલુકાના અનોડીયા ગામે આવકાર ધામ નામનો આશ્રમ ચલાવી ભુવાનું કામકાજ કરતા ભુવા રાઠોડ દલપતસિંહનો સંપર્ક કર્યો હતો. આર્થિક સંકડામણ પાછળ કોઇએ મુઠ મારી હશે તેવી તેમને શંકા હતી. આ શંકા દુર કરવા અને મુઠ ઉતારવા પુનમબેન અનોડીયા ભુવાના આશ્રમે ગયા હતા. ભુવાએ પુનમબેનને કહ્યું હતું કે, તમારા મોટાભાઈના ભાગીદારે તેમના પર મુઠ મારી છે અને તેમનું નવ દિવસમાં મૃત્યુ થશે. જો મુઠ પાછી વળાવવી હોય તો 90 હજાર રૂપિયા ખર્ચ થશે. જેથી ડરના માર્યા આ પરિવારે બીજા દિવસે 90 હજાર રૂપિયા આપી આ ભુવા પાસે વિધિ કરાવી હતી. પૈસા આસાનીથી મળી જતા ભુવાએ પુનમબેનને ફોન કરી આશ્રમ પર બોલાવ્યા હતા અને તે વખતે ફરીથી ડર બતાવ્યો હતો કે તમારા નાના ભાઈ પર પણ મુઠ મારવામાં આવી છે એવું કહી ફરીથી બીજા 90 હજાર રૂપિયા લઈ વિધી કરી આપી હતી. આ રીતે ભૂવાએ છેલ્લા પાંચ વર્ષમાં ટુકડે ટુકડે 32 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. 


ભુવાજી સામે નોંધાઈ ફરિયાદ


પૂનમબેનના પરિવારને પાંચ વર્ષ પછી પણ કોઈ ભુવાની વિધીથી કોઈ ફાયદો થયેલો જણાતો નહોંતો. આખરે પોતાની મહેનતના પૈસા ગુમાવનારા પૂનમબેનના પરિવારે ભુવા પાસેથી રૂપિયા પરત માગતા આ પાખંડી ભુવો તથા તેના બે પુત્રોએ તેમની સાથે ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતે છેતરાયા હોવાનું જણાતા અંતે પૂનમબેન ચૌહાણએ ભુવાજી દલપતસિંહ, હરપાલસિંહ અને જયપાલસિંહ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?