Ahmedabad : Divorce બાદ પણ પૂર્વ પતિ પત્નીની જીંદગીમાં કરે છે દખલઅંદાજી, કરે છે મારપીટ! પોલીસને કરી જાણ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-30 18:32:58

પાગલ પ્રેમીઓ તો હાનીકારક છે સમાજ માટે પરંતુ હવે તો પૂર્વ પતિ પણ સમાજ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. અનેક વખત સાંભળ્યું હશે કે પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમીકા પર હુમલો કર્યો પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે તે પણ આવો જ છે. માત્ર ફરખ એટલો છે કે આ વખતે કોઈ પ્રેમી નહીં પરંતુ મહિલાનો તેનો પૂર્વ પતિ હતો. અમદાવાદમાં રહેતા ટ્વિંકલ આશીષ વસાણી પર તેના પૂર્વ પતિએ હુમલો કર્યો છે. 2014માં ટ્વિંકલે પ્રેમ લગ્ન કરણ કોટવાર સાથે કર્યા. થોડા વર્ષો બાદ ટ્વિંકલે તેના પતિ કરણ સાથે છુટાછેડા કરી લીધા.   

આ વર્ષે લગ્નના ફક્ત 5 મુહૂર્ત જ છે બાકી, પછી લગ્ન માટે એપ્રિલ સુધી જોવી  પડશે રાહ | India News in Gujarati

2014માં થયા લગ્ન અને પછી થઈ ગયા છૂટાછેડા

પત્ની પર હુમલા થતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. સમાજમાંથી એવી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા હોય છે. વર્ષો સુધી લગ્ન સારા હોય પરંતુ કોઈને કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે જેમાં 28 વર્ષ  ટ્વિંકલના લગ્ન કરણ કોટવાર સાથે 2014માં થયા હતા. સંતાનમાં તેમને 8 વર્ષની દીકરી છે. ઝઘડા થવાને કારણે બંને પતિ પત્ની અલગ થઈ ગયા. તેમના છૂટાછેડા પણ થઈ ગયા. છૂટાછેડા થતા પત્ની પોતાની લાઈફને જિવવા લાગી હતી. ટ્વિંકલનો એક મિત્ર છે જેનું નામ ઋષિકેશ છે. ટ્વિંકલની દીકરીને લાવવા મૂકવા માટે અનેક વખત તે તેના ઘરે આવતો.

પત્ની જાેઈ જતાં પતિએ પ્રેમિકા સાથે મળીને માર માર્યો

ટ્વિંકલ પર કરાયો હુમલો! 

આ વાતની જાણ ટ્વિંકલના પૂર્વ પતિને થઈ અને તે ત્યાં આવી પહોંચ્યો જ્યાં ટ્વિંકલ રહેતી હતી. 26-12-23ના રોજ ટ્વિંકલનો પૂર્વ પતિ ટ્વિંકલના ઘરે આવ્યો અને તેને ધમકાઈ, તેની પર હુમલો કર્યો, તેને માનસિક ત્રાસ આપ્યો. પેલો વ્યક્તિ શું કામ આવે છે, લેવા મૂકવા શું કામ આવે છે તેવા પ્રશ્નો ટ્વિંકલના પતિએ પૂછ્યા.  આ બધા વચ્ચે કરણના ભાઈએ તેની પર ધારદાર હથિયારથી હુમલો કર્યો અને જેને કારણે તેની આંગળી પર ઈજા પહોંચી. આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસે ગુન્હો પણ નોંધ્યો છે. મહત્વનું છે કે છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિ પૂર્વ પત્નીના લાઈફમાં ઈન્ટરફિયર ના કરી શકે. તેવી જ રીતે પત્ની પણ પૂર્વ પતિના પર્સનલ લાઈફમાં ઈન્ટરફિયર ન કરી શકે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?