Ahmedabad : ડમ્પર ચાલકો બન્યા બેફામ, કચરો લઈ જતા ડમ્પરે આટલા લોકોને કર્યા ઈજાગ્રસ્ત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-31 16:52:37

કોઈ વખત એસટી બસની અડફેટે લોકો આવે છે તો કોઈ વખત ડમ્પરની અડફેટે લોકો આવી રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા છે. સલામત ગણાતી સવારી અનેક વખત અસલામત સાબિત થતી હોય છે. ન માત્ર એસટી બસ પરંતુ ડમ્પરની અડફેટે પણ લોકો આવે છે અને ઈજા પામે છે. ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. અન્યના જીવનને જોખમમાં મૂકે છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનો કચરો લઈને જઈ રહેલા ડમ્પરે 6 વાહનોને અડફેટે લીધા છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એક મહિલાને પોતાનો હાથ ગુમાવવો પડ્યો છે તેવી પણ માહિતી સામે આવી રહી છે.

ડમ્પર ચાલકે ત્રણ લોકોને લીધા અડફેટે 

સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલે છે. શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ રહે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું. ઘર-ઘરથી કચરો એકત્રિત કરવા માટે પણ વાહનો આવે છે. ડમ્પર કચરાને લઈ જવાનું કામ કરે છે પરંતુ અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ડમ્પર ચાલકો બેફામ ડ્રાઈવિંગ કરે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. અનેક લોકો ડમ્પરની અડફેટે આવ્યા છે તેવા સમાચારો સામે આવ્યા હતા ત્યારે આવો વધુ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં ડમ્પર ચાલકે 6 જેટલા વાહનોને અડફેટે લીધા છે જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે જ્યારે એક મહિલાનો હાથ કપાઈ ગયો છે તેવી વાત સામે આવી છે. 


આ જગ્યા પર સર્જાઈ દુર્ઘટના 

જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટના જસોદાનગર ચાર રસ્તા પાસે કચરો લઈને એએમસીનું ડમ્પર જઈ રહ્યું હતું જ્યારે કેડિલા બ્રિજ ઉતરતી વખતે વાહનો અડફેટે આવ્યા હતા. બે કાર, રિક્ષા અને ત્રણ વાહનો ડમ્પરે પોતાની અડફેટે લીધા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે વાહનોને 100 ફૂટ સુધી ઢસડ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે. જો આ ઈજાગ્રસ્તમાંથી કોઈનું મોત થશે તો જવાબદાર કોણ તેનો સવાલ છે.


એસટી બસના ચાલકો પણ બન્યા છે બેફામ 

ડમ્પરે જ્યારે વાહનચાલકોને અડફેટે લીધા તે બાદ સ્થાનિકોએ ડમ્પર પર પથ્થરમારો કર્યો હતો. લોકો એકઠા થયા અને ડમ્પર ચાલકને પકડવાનો પ્રયત્ન કર્યો. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકોએ તેને પકડી પાડ્યો છે તેવી માહિતી સામે આવી છે અને તેને પોલીસના હવાલે કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અનેક વખત ન માત્ર ડમ્પર પરંતુ એસટી બસના ડ્રાઈવરો પણ બેફામ બન્યા છે. એસટી બસના ડ્રાઈવરોને જાણે કાયદાનો ડર ન હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. 



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..