મેદાન વગરની શાળાઓ સામે અમદાવાદ DEOનું આકરૂ વલણ, સ્કૂલો પાસે વિગતો માગવામાં આવી


  • Published By :
  • Published Date : 2023-07-12 14:18:30

ગુજરાત સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા કરે છે પણ હકીકત એ છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે કથળી રહ્યું છે. શિક્ષણનું વ્યાપારીકરણ થતાં શાળાઓમાં અપાતી સુવિધાઓ તરફ પણ દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સેંકડો શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન પણ નથી. અમદાવાદ શહેરમાં પણ આવી અનેક સ્કૂલો છે, શિક્ષણાધિકારીઓએ અનેક વખત હુકમો કર્યા તેમ છતાં પણ તેનો કોઈ જ અમલ થતો નથી. જો કે હવે આવી શાળાઓ સામે આકરૂ વલણ અપનાવવામાં આવશે. અમદાવાદ DEO દ્વારા તમામ શાળાઓની વિગતો માગવામાં આવી છે. 


અમદાવાદ DEOએ માંગ્યો રિપોર્ટ


વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે શાળાઓમાં મોટું મેદાન હોવું અનિવાર્ય છે. જો કે અમદાવાદમાં ઘણી શાળાઓ એવી છે કે જે કોઈ જે સરકારના કોઈ જ નિયમોનું પાલન કરતી નથી. અમદાવાદમાં મેદાન વગરની શાળાઓ સામે હવે પગલાં લેવામાં આવશે તેવી જાણકારી મળી છે. અમદાવાદ DEO દ્વારા તમામ શાળાઓની વિગતો માગવામાં આવી છે. શાળાઓ પાસે મેદાન છે કે નહીં અને વૈકલ્પિક વ્યવસ્થા છે કે નહીં તેની વિગતો માગવામાં આવી છે. શાળાઓમાં નિયમ પ્રમાણે મેદાન વગરની શાળાઓએ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે. અનેક શાળાઓ દ્વારા મેદાનની વ્યવસ્થા ન કરાતા સ્પોર્ટ્સ એક્ટિવીટી થઈ શકતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓનો વિકાસ અટકે છે. ત્યારે હવે જલ્દી જ આ શાળાઓમાંથી મેદાન ન ધરાવતી શાળાઓ પર કાર્યવાહી થઇ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.


ફોર્મભરી આપવી પડશે વિગત


અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાબાની તમામ શાળાઓ પાસેથી મેદાનને લગતી વિગતો મગાવવામાં આવી છે. તમામ શાળાઓને ગુગલ ફોર્મમાં મેદાન અંગેની વિગતો મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે. જેમાં સ્કૂલની તમામ વિગતો માંગવામાં આવી છે અને તેની સાથે સ્કૂલ પાસે પોતાનું મેદાન છે અથવા તો સ્કૂલ દ્વારા રમતગમતના મેદાનની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અથવા તો રમત ગમતના મેદાન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી નથી આ ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે જણાવાયું છે. જેથી આગામી દિવસોમાં શિક્ષણાધિકારી પાસે મેદાન વગરની સ્કૂલની માહિતી આવી જશે. નિયમ અનુસાર શાળાઓ પાસે મેદાન હોવું જરૂરી છે અને મેદાન ન હોય તો વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?