અમદાવાદના ચાંદલોડિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, હત્યારો મિત્રના મૃતદેહ સાથે પોલીસ સ્ટેશનમાં થયો હાજર


  • Published By :
  • Published Date : 2023-10-15 15:07:43

રાજ્યમાં પ્રેમ પ્રકરણો અને આડા સંબંધોને હત્યાની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં એક યુવકે તેના મિત્રની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. અમદાવાદના ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે આજે વહેલી સવારે સ્વપ્નિલ પ્રજાપતિ નામના એક યુવકની તેના મિત્ર વેદાંતે કારમાં છરા વડે હત્યા કરી હતી. રવિવારે વહેલી સવારે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા અને તે દરમિયાન વેદાંતની મહિલા મિત્ર અંગે સ્વપ્નિલ સાથે તકરાર થઈ હતી. જેને લઇ આરોપી વેદાંત ઉશ્કેરાઈ જઈ સ્વપ્નિલને કારમાં જ છરી વડે ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ વેદાંત સીધો મૃતદેહ લઈ કાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.


શા માટે કરી હત્યા?


આરોપી વેદાંત જ્યારે તેના મિત્રના મૃતદેહ સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને અંદર પ્રવેશીને પોતે હત્યા કરી હોવાનું અને મૃતદેહને સાથે લઈને આવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસકર્મીઓ પણ દંગ રહી ગયા હતા. જે બાદ સોલા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી દીધો હતો. જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના મામલે હત્યારાની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્વપ્નિલ પ્રજાપતિની હત્યા કયા કારણોસર કરી તે બાબત તો વેદાંતની પૂછપરછ બાદ જ સામે આવશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...