કિરણ પટેલ આ નામ તો તમને યાદ જ હશે... કઈ રીતે કિરણભાઈ નકલી પીએમઓ અધિકારી બનીને કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવતો હતો હવે કિરણ પટેલને પણ સારો કહેવડાવે એવો નકલી અધિકારી પકડાયો છે.. તાજેતરમાં અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ભરતની મોડસ ઓપરેન્ડી મહાઠગ કિરણ પટેલને પણ પાછળ છોડી દે તેવી છે.
કેવી રીતે સામે આવ્યો આખો કેસ?
કિરણ પટેલે તો નેતાઓને જ શીશામાં ઉતારતો પણ ભરતનું નેટવર્ક તો પોલિટિશિયન્સથી લઈ પોલીસ સુધી ફેલાયેલું છે. ભરત છાબડાએ જ્યારે જમ્મુમાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં સિક્યોરિટી સાથે પ્રવેશ કર્યો ત્યારે એક અધિકારીને શંકા ગઈ હતી. જેથી તેણે પીએમઓનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો સામે આવ્યો. અને બાદમાં ક્રાઇમ બ્રાન્ચને ભરતની આખી કુંડળી મળી તે અમદાવાદ પોલીસને દારૂની માહિતી આપી રોકડી કરતો હતો અને હરિયાણામાં પોલીસકર્મીની બદલીમાં 5000થી 50,000 રૂપિયા સુધીની કટકી કરતો હતો.
આવી ઓળખ આપતો!
ભરત છાબડા ખોટો પ્રભાવ ઊભો કરવા પોતે CBI અને રો સાથે સંપર્કમાં, કેન્દ્રના ઉચ્ચ અધિકારીના સંપર્કમાં, રાજકીય સંપર્કમાં છું તેવી ઓળખ આપતો હતો. આરોપી હરિયાણામાં રહેતો હતો ત્યાં પણ ખોટા પ્રભાવ ઊભા કરીને લોકોને વિશ્વાસ અપાવતો હતો. અન્ય રાજ્યો અને બીજા જિલ્લામાં આ રીતે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હશે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.પછી ભેદ ઉકેલાશે!