અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, વટવામાંથી રૂ. 22.97 લાખના MD ડ્રગ્સ સાથે પેડલર્સની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-09-08 21:31:35

રાજ્યમાં નશાનો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે, રાજ્યમાં અવારનવાર નશાકારક દ્રવ્યોનો જથ્થો પકડાતો રહે છે. જો કે નથી પકડાતો તે જથ્થો કેટલો બધો હશે તે પણ એક મોટો સવાલ છે. આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરના વટવા વિસ્તારમાંથી રૂ. 22.97 લાખના ડ્રગ્સના જથ્થો પકડી પાડ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આ મોટી સફળતા છે. ક્રાઈમ બ્રાન્ચે વટવા વિસ્તારમાંથી રૂ. 22.97 લાખના ડ્રગ્સના જથ્થા સાથે મોટા ડીલરની ધરપકડ કરી છે, જે નાના-નાના પેડલર્સને આ ડ્રગ્સ પહોંચાડતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ વટવામાંથી એક આરોપી સાથે 229 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે રૂ. 22.97 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસને તેની પાસેથી રોકડ રકમ 12,900 મળી આવી હતી.


બાતમીના આધારે કાર્યવાહી


ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વટવા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ઝાકીર હુસેનના ઘરે દરોડો પાડ્યો હતો. ઝાકીરના ઘરની તલાસી લેતા કિચનમાં ફ્રીઝ નજીક કાળા કલરના થેલામાં પીળા રંગનો પાવડર મળી આવ્યો હતો. આ સાથે કેટલીક ઝીપ બેગ અને વજન કાંટો પણ પડ્યો હતો. જાકીર શેખ ઉર્ફે જીગો પાસે એમડી ડ્રગ્સ છે. જે આધારે જાકીર શેખ ઉર્ફે જીગાના ઘરે  સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે સર્ચ ઓપરેશનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને 229 ગ્રામ 700 મિલી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેની બજાર કિંમત 23 લાખ થવા પામે છે. 


ક્યાંથી આવ્યું MD ડ્ર્ગ્સ?


ઝાકીર શેખ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દેવલદી ખાતેથી રહેતા ડ્રગ્સ માફિયા અમન પઠાણ પાસેથી ડ્રગ્સ ખરીદીને લાવ્યો હતો. જે બાદ આ ડ્રગ્સને દરિયાપુરમાં રહેતા લાલા સહિત અન્ય કેટલાક નાના પેડલર્સને વેચવા માટે પહોંચાડતો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે ઝાકીર હુસેન, અમન પઠાણ અને ડ્રગ્સ પેડલર્સ લાલા વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અગાઉ પણ જાકીર શેખ ઉર્ફે જીગો અનેક વખત એમડી ડ્રગ્સ ની ડિલિવરી મેળવી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ ફરાર  અમન પઠાણ શોધખોળ શરુ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે FSLની મદદ લીધી હતી. જેમાં પીળા રંગનો પાવડર એમડી ડ્રગ્સ હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે ઝાકીર હુસેનની ધરપકડ કરી હતી. 


આરોપી અગાઉ બુટલેગર હતો


અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાકીર શેખ પહેલા ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતો જેના તેના પર કેસ પણ થઇ ચુક્યા છે અને ત્યારબાદ ડ્રગ્સનો ધંધો એક માસથી જ શરૂ કર્યો હતો અને નાના પાર્સલ કરીને અમદવાદમાં અલગ અલગ સ્થળ પર વેચતો હતો. આરોપી વિરુદ્ધ અમદાવાદના કારંજ, વેજલપુર, કાલુપુર, રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે NDPSની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?