અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવા મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શું કર્યો મોટો દાવો? જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-05-10 13:10:03

લોકસભાની ચૂંટણી પહેલા અમદવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો.. ઈમેલ મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.. અને આ મામલે આજે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ આઈડી શોધી દેવામાં આવ્યું છે જ્યાંથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો...


અમદાવાદની અનેક શાળાઓને મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 

થોડા દિવસો પહેલા દિલ્હીની અનેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી હતી.. આવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું.. અમદાવાદની 24 જટેલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી અને એ પણ લોકસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે.. 6 મેના રોજ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ મોકલાતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો..  ધમકી મળતા જ પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.. જે સ્કૂને ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો ત્યાં બોમ્બ સ્કવોડની ટીમ પણ જતી રહી હતી ઉપરાંત આ મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો તે અંગેની તપાસ પણ શરૂ થઈ.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શું કરવામાં આવ્યો દાવો? 

આ મામલે આજે નવી માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે... રશિયન સર્વરમાંથી આ ધમકી ભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા છે તેવું પ્રાથમિક તપાસ દરમિયાન કહેવામાં આવ્યું હતં ત્યારે હવે આ મામલે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મહત્વનું છે કે દિલ્હીની અનેક શાળાઓને પણ આવા ધમકી ભરેલા ઈમેલ મોકલવામાં આવ્યા હતા.. આ મામલે અલગ અલગ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી... એવી પણ માહિતી સામે આવી છે કે આ મામલે તપાસ માટે સેન્ટ્રલ એજન્સીની મદદ પણ લેવામાં આવશે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.