Ahmedabad Crime Branchએ AMC ડિજિટલ બર્થ સર્ટિફિકેટ બનાવટી કૌભાંડ ઝડપી પાડ્યું, એક વ્યક્તિની કરાઈ ધરપકડ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-02 16:26:19

ટેક્નોલોજીનો ઉપયોગ આજકાલ મુખ્યત્વે દરેક વ્યક્તિ કરતો હોય છે. એક ક્લીક માત્રથી ઘરે બેઠા અનેક કામો પૂર્ણ થઈ જાય છે. ટેક્નોલોજીનો જો સારો ઉપયોગ કરવામાં આવે તો લોકો માટે આશીર્વાદ સમાન બની રહે છે પરંતુ અનેક લોકો આ ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ કરે છે. લોકોને છેતરવામાં પોતાની બુદ્ધિ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી ડિજિટલ બર્થ સર્ટિફિકેટ બનાવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.   



લોકોને સરળતા રહે માટે શરૂ કરાઈ છે ઓનલાઈનની સુવિધા 

લોકો સાથે છેતરપીંડી કરવાના અનેક રસ્તાઓ ભેજાબાજો શોધી કાઢતા હોય છે. સાયબર ક્રાઈમની ઘટનાઓમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો સાયબર ક્રાઈમના શિકાર બનતા હોય છે અને અનેક કેસો તો એવા છે જેમાં રુપિયા પણ ઉડી જતા હોય છે. ટેક્નોલોજી લોકોને મદદરૂપ સાબિત થાય તે માટે અનેક દસ્તાવેજો ઓનલાઈન કાઢવામાં આવે છે. આ સિસ્ટમથી અનેક લોકોને ફાયદો પણ થયો છે. 



બનાવટી દસ્તાવેજો બનાવી લોકો સાથે કરતો હતો છેતરપિંડી 

બર્થ સર્ટિફિકેટ, Death સર્ટિફિકેટ સહિતના અન્ય દસ્તાવેજો ઓનલાઈન કાઢી શકાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ સુવિધાનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદ શહેર ખાતે ઓનલાઈન બનાવટી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ તેમજ મરણના દાખલા બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 


110થી વધારે નકલી ડોક્યુમેન્ટ આરોપીએ બનાવ્યા 

મળતી માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન વેબસાઈટ પરથી માહિતી મેળવી ખોટા જન્મ મરણના દાખલા તેમજ અન્ય દસ્તાવેજો બનાવી લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. ખોટા દસ્તાવેજોને સાચા દસ્તાવેજો બતાવી લોકો સાથે છેતરપિંડી કરનાર એજાજખાન પપ્પનખાન પઠાણની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ખોટા દસ્તાવેજો બનાવી આરોપીએ 33,800 પૈસા પડાવી દીધા. આરોપીએ 110થી વધુ ખોટા કોક્યુમેન્ટ બનાવ્યા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?