અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને 6 મહિનાની સજા ફટકારી છે. 2016માં બનેલી ઘટનાનો ચૂકાદો આપતા કોર્ટે જિજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 19 લોકોને 6 મહિનાની સજા કરી છે.
કેમ કરવામાં આવી સજા?
ગુજરાત યુનિવર્સિટી
ખાતે બની રહેલા કાયદા ભવનને બાબા સાહેબ આંબેડકર નામ આપવાની માગ સાથે જિજ્ઞેશ
મેવાણીએ ઉગ્ર આંદોલન કર્યું હતું. વિજય ચાર રસ્તા પર ‘રસ્તા રોકો આંદોલન’ પણ કર્યું હતું. રસ્તો
બંધ થવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડને લાંબા સમય સુધી બંધ
રખાતા પોલીસે જિજ્ઞેશ મેવાણી સહીત 19 લોકોની અટકાયત કરી હતી
અને કેસ ચલાયો હતો. ત્યારે કોર્ટનો ચુકાદો આવતા જિજ્ઞેશ મેવાણીએ લખ્યું કે आंदोलनकारियों
को सज़ा और बलात्कारियों को रिहाई.