ઈરાનમાં અપહરણ કરાયેલા અમદાવાદના દંપતીનો અંતે થયો છુટકારો, કાલે વતન પરત ફરશે


  • Published By :
  • Published Date : 2023-06-20 20:06:14

અમેરિકા જવાની લાહ્યમાં ઈરાન પહોંચેલા અને ઈરાનની રાજધાની તહેરાનમાં અપહરણ કરાયેલા અમદાવાદના દંપતીનો અંતે છુટકારો થયો છે. અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતીને એજન્ટ મારફતે હૈદરાબાદથી ઈરાન મોકલવામાં આવ્યું હતું. ઈરાન પહોંચતા જ કોઈક દ્વારા યુવકને બંધક બનાવી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ નિર્દોષ યુવક પર બ્લેડના ઘા મારવામાં આવ્યા હતા. અપહરણ કરનારી ગેંગે યુવકને દર્દનાક વીડિયો રિલીઝ કરી તેને છોડવા માટે લાખો રૂપિયાની ખંડણી માગી હતી. 


અંતે આજે ફરિયાદ નોંધાઈ


આ પિડીત દંપતીના પરિવારજનો વહેલી સવારે જ FIR લખાવવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગયા હતા. જો  કે આ હ્રદય દ્રાવક ઘટનાને 24 કલાકથી વધુ સમય થવા છતાં પણ નરોડાના કૃષ્ણનગર પોલીસે ફરિયાદ પણ લીધી નહોતી. જો કે અંતે આ પિડીત યુવકનો  વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને આજે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં આજે પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી. FIR મુજબ ફરિયાદીનું કહેવું છે કે એજન્ટ દ્વારા પૈસા પડાવવા આ કાવતરૂ ઘડવામાં આવ્યું છે. FIR મુજબ અભય રાવલ અને પીન્ટુ ગોસ્વામી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.


આવતી કાલે અમદાવાદ પહોંચશે


અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. રાજ્ય સરકાર અને કેન્દ્રીય વિદેશ વિભાગના સહિયારા પ્રયાસોથી ઈરાનની રાજધાની તહેરાનમાં બંધક દંપતીને છોડી મૂકવામાં આવ્યું છે. આ બંધક દંપતી ઈરાનથી વાયા ઇસ્તંબુલ થઈને મુંબઈ પહોંચશે. આવતીકાલે રાત સુધીમાં બંધક દંપતી અમદાવાદ પરત પહોંચશે.


જાણો શું હતો સમગ્ર મામલો?


પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો મુજબ મુળ મહેસાણાના અને હાલ અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્નિ નિશાબેન અમેરિકા જવા માગતા હતા જેમણે એજન્ટ પિન્ટુ ગૌસ્વામી અને અભય રાવલના સંપર્કથી હૈદરાબાદ અને ત્યાંથી વાયા દુબઈ થઈ ઈરાન જવાના હતા. જો કે દુબઈ સુધી દંપતી સંપર્કમાં હતુ, પરંતુ ઈરાન પહોંચ્યા બાદ યુવક પર બ્લેડથી ઘા મારતો વીડિયો સામે આવ્યો હતો. અપહરણકારો દ્વારા 15 લાખ જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. જો કે એજન્ટ દ્વારા ફરિયાદીને આશ્વાસન આપવામાં આવ્યુ હતું કે તેમને સુરક્ષિત પહોંચાડી દેવામાં આવશે પરંતુ તેમ થયું ન હતું. અંતે પિડીત પરિવારને પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી દોષિત એજન્ટ સામે કાર્યવાહી શરૂ કરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...