અમદાવાદ મ્યુનિની આર્થિક સ્થિતી કથળી, સ્માર્ટ સિટી અમદાવાદના માથે રુ. 1317.67 કરોડનું દેવું


  • Published By :
  • Published Date : 2023-02-21 21:44:00

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. AMCની આ સ્થિતી માટે કોરોના મહામારીને જવાબદાર ઠરાવવામાં આવી રહી છે. AMCદ્વારા કોરોના મહામારી દરમિયાન કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ, રાજ્ય સરકારે આર્થિક મદદ કરી નથી. AMCએ હવે રોજિંદા ખર્ચ કરવા માટે પણ દેવું કરવું પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2015-16ના બજેટમાં અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ વર્ષ 2023-24માં અમદાવાદ શહેર દેવાદાર સિટી બની ગયું છે. ગુજરાતમાં સૌથી વધુ દેવું કરનારી સરકારી સંસ્થા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન છે.


રુ. 1317.67 કરોડના દેવા અંગે  બજેટમાં કરાયો ઘટસ્ફોટ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં રુ. 1317.67 કરોડનું દેવું બતાવવામાં આવ્યું છે, પણ તેમાં વર્લ્ડ બેંક પાસેથી લીધેલી રુ.3,000 કરોડની લોન ઉમેરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વર્લ્ડ બેંકની લોનથી 3,000 કરોડ પૈકી રુ.1200 કરોડના ટેન્ડર બહાર પાડી દીધાં છે. જ્યાં સુધી વર્લ્ડ બેંકની લોનની રકમ મળે નહીં ત્યાં સુધી તે દેવામાં દર્શાવવામાં આવશે નહીં. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે વર્લ્ડ બેંકની સાથે ગણીએ તો, કુલ રુ. 4,317.67 કરોડનું દેવું થશે પણ વર્લ્ડ બેંકની રકમને દેવાની રકમમાં આવતા વર્ષના બજેટમાં ઉમેરવામાં આવશે.


રાજ્ય સરકાર ઓક્ટ્રોયની ગ્રાંટ બંધ કરશે?


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે દેવું વધી રહ્યું છે. AMCએ થોડા મહિના પહેલાં રોજિંદા ખર્ચ ઉપાડવા માટે પણ GSFS પાસેથી 350 કરોડની લોન લીધી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2ના કામ માટે પણ 350 કરોડની લોન લેવાઇ હતી. આ સિવાય ગ્રીન બોન્ડના નામે 200 કરોડનું દેવું કરવામાં આવ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની સામે આવતી ગ્રાંટની રકમ વધારવામાં આવી રહી નથી. રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની બદલામાં આપવાની થતી ગ્રાંટ બંધ કરવાની તૈયારી કરી રહી છે. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે. નવા ટેક્સ જાહેર કરવામાં આવી રહ્યાં છે. 


AMC પર દેવું કેટલું વધ્યું?


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે ગત 31 માર્ચ 2022ની સ્થિતિએ રૂ.280.11 કરોડની લોન હતી. તા. 31 માર્ચ 2023ની સ્થિતિએ વધીને રુ. 982.67 કરોડની લોન થઇ ગઇ છે. આગામી તા. 31 માર્ચ 2024ની સ્થિતિએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની લોનની રકમ વધીને રુ. 4,317.67 કરોડ લોન થઇ જશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...