અમદાવાદઃ નિકોલ વિધાનસભામાં BJPના કાર્યકર્તાઓએ કાઢ્યો બળાપો


  • Published By :
  • Published Date : 2022-11-10 17:57:46

ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી ત્યારે અમદાવાદ જિલ્લાના નિકોલ વિસ્તારના ભાજપના કાર્યકરોએ પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. નિકોલ વિધાનસભા ક્ષેત્રમાં જગદીશ પંચાલના વિરોધના પોસ્ટરો લગાવાયા છે. 


"પંચાલ સમાજનું ભલું કરવાવાળો દરેજ સમાજ પર રાજ કરશે"

ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની લિસ્ટમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કાપ્યા છે અને અનેક નેતાઓને ચાન્સ આપ્યો છે ત્યારે નિકોલ વિસ્તારમાં જગદીશ પંચાલથી ઉપરના નેતાઓ તો ખુશ છે પણ ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં વિરોધની જ્વાળા સળગી રહી છે તેવું લાગી રહ્યું છે. પોસ્ટરમાં લખાણ લખાયું છે કે મળવું હોય તો મળી લો બાકી પાંચ વર્ષ બાદ આગામી ચૂંટણીમાં મળીશું. પોસ્ટમાં એવું લખાયું છે કે જેના પર અમિત શાહનો હાથ હોય તેની ટિકિટ કોણ રોકી શકે? પોસ્ટરમાં લખાયું છે કે એક જ પંચાલ સમાજનું ભલું કરવાવાળો દરેજ સમાજ પર રાજ કરશે. 


ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના નારાજ કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવ્યા છે. વિધાનસભાની ચૂંટણી સુધીમાં આવી ઘણી ઘટનાઓ સામે આવશે. ત્રણેય પક્ષની અંદર ઉપરના નેતા સામે રોષ વ્યક્ત કરતી ઘટનાઓ નજરે આવી શકે છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...