અમદાવાદઃ અટલ ફુટ ઓવરબ્રિજ પર હવે 'નો ફ્રી એન્ટ્રી'


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 16:25:48

27 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદને એક નવું નજરાણું ભેટ કર્યું હતું. સાબરમતી નદીના રિવરફ્રન્ટ પર અમદાવાદ મહાનગરપાલિકાએ અટલ ફુટઓવર બ્રિજ બનાવ્યો છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી બાજપેયીજીની યાદમાં ફુટ ઓવરબ્રિજનું નામકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફુટઓવરબ્રિજ પર ચાલવા માટે અબાલવૃદ્ધ પાસેથી હવે ચાર્જ વસૂલાશે. 


કોની પાસેથી કેટલો ચાર્જ વસૂલાશે?

સવારે 9થી રાત્રીના 9 કલાક સુધી ખુલ્લા રહેતા અટલ ફુટ ઓવરબ્રિજ પર ચાલવા માટે  અમદાવાદ મહાનગર પાલિકા વય જુથ મુજબ ચાર્જ વસૂલશે. 11 વર્ષથી નાના બાળકો પાસેથી અડધી કલાકના 15 રૂપિયા વસૂલવામાં આવશે. 12 વર્ષથી 60 વર્ષની ઉંમરના લોકો પાસેથી પ્રતિ અડધી કલાકના 30 રૂપિયા વસૂલવામાં આવશે. સિનિયર સિટીઝન પાસેથી પ્રતિ અડધી કલાકના 15 રૂપિયા વસૂલવામાં આવશે. દિવ્યાંગો અટલ ફુટ ઓવરબ્રિજ પર નિઃશુલ્ક ફરી શકશે. 


પ્રધાનમંત્રીના આગમનના સમયે જ લેવાઈ ગયો હતો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ ફુટ ઓવરબ્રિજનું ઉદ્ઘાન કરે તે પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર બારોટે પત્રકારોને જણાવી દીધું હતું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ ફુટ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ટૂંક સમયમાં ફુટ બ્રિજ પર વિહાર કરવા માટે પૈસા વસૂલવાનો નિર્ણય લેવામાં આવશે". 


અટલ ફુટ બ્રિજની મુલાકાત દરમિયાન શું તકેદારી રાખશો?

અમદાવાદ મહાનગરપાલિકાએ પરિપત્ર બહાર પાડી લોકોને અમુક શરતોનું પાલન કરવા માટે વિનંતી કરી હતી. અટલ ફુટ બ્રિજની મુલાકાત દરમિયાન ગુટકા, પાન-મસાલા જેવી પદાર્થોના સેવન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મુલાકાતીઓ પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમિનાડથી પ્રવેશ આપવામાં આવશે. જ્યારે લોઅર પ્રોમિનાડથી મુલાકાતીઓ બહાર નીકળી શકશે. પાલતુ પશુને અટલ ફુટ બ્રિજ પર લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈ ફેરિયાને બ્રિજ પર વેચાણ માટે પરવાનગી આપવામાં આવશે. મુલાકાતીઓને ખોરાક, સંગીતની લાઉડ વસ્તુઓ કે સ્પોર્ટ્સના સાધનો લાવવાની મનાહી ફરમાવવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?