માલધારી સમાજે દૂધ નહીં વેચવાની જાહેરાત કરી છે તેની વચ્ચે અમદાવાદના વાડજ ગામના ભરવાડ વાસમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. માલધારી સમાજે પોસ્ટર લગાવી ભાજપના કોઈ પણ વ્યક્તિને ગામમાં નહીં પ્રવેશવા માટે લખાણ લખ્યું છે. ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ કાયદો પણ પરત લીધો છે તેની વચ્ચે માલધારી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે.
ગુજરાતભરમાં માલધારી સમાજનો વિરોધ
ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ વિધેયક લાગ્યા હતા તે સામે ગુજરાતમાં માલધારી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. સરકારે કાયદો તો પરત લઈ લીધો પરંતુ માલધારી સમાજનું માનવું છે કે હજુ અમારી એક જ માગણી સ્વીકારવામાં આવી છે. તેમનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી અમારી તમામ માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના અનેક વિસ્તારોમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે.