અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતના સ્વજનોને ગુમાવ્યા છે. પ્રતિવર્ષ અકસ્માતની સંખ્યા વધતી જઈ રહી છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો છે તેમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ અકસ્માત લોકોને વિચાર કરી દે તેવો છે. બીઆરટીએસ રૂટમાં અનેક વાહનો ઘૂસી જતા હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે. અમદાવાદમાં મોડી રાત્રે બોપલ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે જેમાં બીઆરટીએસ રૂટની રેલિંહ તોડી કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત થતાં વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ફરાર કારચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.
બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગઈ મોંઘીઘાટ ગાડી
રાજ્યના અનેક શહોરોમાં બીઆરટીએસ બસની સુવિધાઓ આપવામાં આવે છે. સીટી બસ ઉપરાંત બીઆરટીએસ બસ પણ રસ્તાઓ પર દોડતી હોય છે જેને કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલી ના પડે. બીઆરટીએસ બસ માટે અલગ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. બીઆરટીએસ કોરીડોરમાં એ બસ સિવાય અન્ય બીજા કોઈ વાહનને મુખ્યત્વે એન્ટ્રી નથી આપવામાં આવતી. પરંતુ અનેક વખત આ કોરિડોરમાં વાહનો ઘૂસી જતા હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત અમદાવાદના બોપલમાં ધનતેરસના દિવસે સર્જાયો છે જેમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ માલહાની થઈ છે.
કારના આગળના ભાગનો બોલાઈ ગયો ભૂક્કો
અમદાવાદના બોપલમાં ધનતેરસની મોડી રાત્રે બીઆરટીએસ કોરિડોરમાં એક મોંઘી ઘાટ ગાડી ઘૂસી ગઈ હતી જેને કારણે અકસ્માત સર્જાયો છે. એક કાળા રંગની કાર બીઆરટીએસ કોરિડોરમાં રેલિંગ સાથે અથડાઈ ગઈ. રેલિંગ સાથે અથડાયા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોતાની મોંઘી ગાડી છોડીને. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ. વાહનોની પૂરપાટ ઝડપથી આવેલી ગાડીએ ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે. રેલિંગ સાથે અથડાવાને કારણે કારની આગળના ભાગનો ભુક્કો નિકળી ગયો હતો. અકસ્માત સર્જાતા કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ફરાર કારચાલકને શોધવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.