Ahmedabad : રસ બનાવતા અનેક એકમોને ત્યાં AMCના આરોગ્ય વિભાગના દરોડા! લેવાયા સેમ્પલ કરાશે ટેસ્ટ.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 17:51:45

ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખથી ખાતા હોય છે.. અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સિઝનમાં કેરી ખાવા મળે છે.. ઘરનો રસ જેટલો લોકોને નથી પસંદ આવતો તેટલો બહારનો રસ ભાવતો હોય છે.. બહારથી લાવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે પરંતુ તે રસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે નથી જાણતા આપણે.. ત્યારે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે.. 10થી વધુ સ્થળો પર આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા.. 



કેરીમાંથી રસ બનાવતા એકમો પર હાથ ધરાયું ચેકિંગ 

આરોગ્ય વિભાગ દ્વારા અનેક વખત વિવિધ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે.. લોકોને આપવામાં આવતા ખાદ્ય પદાર્થની ક્વોલિટી સારી છે કે નહીં તે જાણવા માટે સેમ્પલો લેવામાં આવે છે, લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેની ગુણવત્તા ચકાસવામાં આવે છે... અનેક વખત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે ત્યારે આ વખતે ટીમે અમદાવાદ શહેરમાં કેરીનો રસ બનાવતા અનેક એકમો પર દરોડા પાડ્યા હતા. 



આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે ચેકિંગ 

કેવી કેરીમાંથી રસ બને છે, રસ બન્યા પછી કેવી રીતે તેને સ્ટોર કરવામાં આવે છે, રસનું સેમ્પલ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવે છે.. અને જો ગુણવત્તાની શ્રેણીમાં જો રિપોર્ટ ખરો નથી ઉતરતો તો તે એકમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે.. મહત્વનું છે કે ઉનાળા દરમિયાન લોકો કેરીનો રસ હોંશે હોંશે રસ ખાતા હોય છે.. 



અલગ અલગ વસ્તુઓનો કરાતો હોય રસ બનાવવામં ઉપયોગ 

અનેક વખત જોવામાં આવ્યું છે કે વેપારીને પરવડે તે માટે કેરીના રસમાં મિલાવટ કરતા હોય છે. કેરીના રસમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. ભેળ સેળવાળો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.. કોઈ વખત પાણીનો ઉમેરો કરતા હોય છે અથવા તો સસ્તા ફળોનો ઉપયોગ કરતા હોય છે.. તે સિવાય ફૂડ કલરનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.. મહત્વનું છે કે આરોગ્ય સાથે કરાતા ચેડા રોકાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે...  




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.