અમદાવાદમાં ચોમાસાના ચાર મહિનામાં રસ્તાની શું હાલત થઈ તેનાથી શહેરનીજનો સારી રીતે વાકેફ છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ખાડા અને ક્યાંક ક્યાંક મસમોટા ભૂવા પડ્યા હતા. લોકોને આ ઉબડખાબડ રસ્તાથી હજુ પણ રાહત મળી નથી. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના દાવો છે તંત્રે આ તુટેલા રસ્તાઓના સમારકામ પાછળ 14 કરોડનો ખર્ચો કર્યો છે.
કોન્ટ્રાક્ટરોની મુદ્દત પુરી થતાં AMCએ ખર્ચ કરવો પડ્યો
અમદાવાદમાં વરસાદી પાણીના કારણે 35000 ખાડા અને 96 ભુવા પડ્યા છે. રોડ પરના ખાડા અને ભુવાના સમારકામ પાછળ AMC એ કર્યો 14 કરોડનો માતબર ખર્ચ કર્યો છે. રોડ કમિટી ચેરમેને દાવો કર્યો કે, તૂટેલા રોડ પૈકી મોટાભાગના રોડ 2019ની સાલ પહેલા બનેલા છે. કોન્ટ્રાક્ટરની મુદ્દત ત્રણ વર્ષ હોવાના કારણે રોડના સમારકામનો ખર્ચ AMC એ ઉઠાવવો પડશે. ટોરેન્ટ, BSNL,રિલાયન્સ જેવી કંપનીઓના ખોદકામના કારણે પણ અનેક રોડ ઉપર સમારકામ કરવા જરૂરી બન્યા હોવાનું રોડ કમિટી ચેરમેને કબુલ્યું હતું.