ભૂવામાં AMCનો ટ્રક ખાબકતા લોકોને મજા પડી, ફોટો અને વીડિયો ઉતારવા ઉમટી પડ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 20:36:11

અમદાવાદમાં ચોમાસા દરમિયાન માર્ગો પર મસમોટા ભુવા પડવા તે કોઈ મોટી વાત નથી. આજે શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા અંબર ટાવરની સામે 100 ફૂટ રોડ પર એક મસમોટો ભૂવો પડ્યો છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ ભૂવામાં અમદાવાદ મ્યુનિસિપરલ કોર્પોરેશનનું ટ્રક જ ગરકાવ થઈ ગયું છે.



વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 


અમદાવાદ મ્યુનિસિપરલ કોર્પોરેશનનું ડમ્પર આ ભૂવામાં ફસાતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે. મોટી સંખ્યામાં લોકો ફોટો અને વીડિયો ઉતારવા ઉમટી રહ્યા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. ડમ્પરનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ જતા આગળનો ભાગ ઉપર થઈ ગયો છે. આ અંગેની જાણ કોર્પોરેશનને કરતા ભૂવામાં ફસાયેલી ગાડીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.


સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બુધવાર સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાહન 100 ફૂટ રોડ પર સવેરા હોટલ પાસે પડતાં ત્રણ રસ્તા પાસે ભુવામાં ગરકાવ થયું હતું. બાદમાં સ્થાનિક લોકોની મદદથી ડ્રાઇવર અને ગાડીમાં સાથે રહેલા લોકોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આ સમગ્ર ઘટના અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી, જેથી ભૂવામાંથી વાહન બહાર કાઢી શકાય.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.