Diwali પહેલા Ahmedabadની હવા પ્રદૂષિત બની! જાણો કયા વિસ્તારની હવા વધારે પ્રદૂષિત છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-03 14:26:02

ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યા વિકટ બની રહી છે. દેશના વિવિધ રાજ્યોની આપણે વાત કરીએ છીએ કે ત્યાંની હવા ઝેરી બની છે. પરંતુ અમદાવાદની હવા પણ સતત ઝેરી બની રહી છે. અમદાવાદમાં એર ક્વોલિટીની સમસ્યા ગંભીર બની રહી છે. અમદાવાદ શહેરમાં AQI એટલે કે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો છે . બુધવારે બપોરે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો હતો . અમદાવાદમાં ગ્યાસપુર અને રખિયાલ સૌથી પ્રદુષિત રહ્યા હતા. તે ઉપરાંત રખિયાલમાં 165, બોડકદેવમાં 153, ઘુમામાં 152, શાહીબાગમાં 112, મણિનગરમાં 139 એર ક્વોલિટી ઈન્ડેક્સ રહ્યો હતો.

દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી, આ વિસ્તારનું AQI પહોંચ્યું 160ને  પાર – Gujaratmitra Daily Newspaper

અમદાવાદની હવા ઝેરી બની!

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીની હવા ઝેરી બની રહી છે તેવી વાત આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ. પરંતુ અમદાવાદની હવા પણ ઝેરી બની રહી છે તેની ચર્ચા પણ કરવી પડશે. અમદાવાદ શહેરમાં AQI એટલે કે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો છે . બુધવારે બપોરે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં ગ્યાસપુર અને રખિયાલ સૌથી પ્રદૂષિત રહ્યા હતા. અમદાવાદીઓને શુદ્ધ હવા નથી મળી રહી. ઓક્ટોબરમાં પણ હવા ઝેરી જ હતી. માહિતી અનુસાર એક પણ દિવસ એવો ન હતો જ્યારે અમદાવાદીઓને ઝેરી હવાથી મુક્તિ મળી હોય.   

અમદાવાદની હવા બની પ્રદૂષિત, પાંચ વિસ્તારમાં એર ક્વોલિટી સૌથી ખરાબ | Sandesh

શહેરના અલગ અલગ વિસ્તારોનું એક્યુઆઈ 

તે ઉપરાંત રખિયાલમાં 165, બોડકદેવમાં 153, ઘુમામાં 152, શાહીબાગમાં 112, મણિનગરમાં 139 એર ક્વોલિટી ઈન્ડેક્સ રહ્યો હતો.બીજા વિસ્તારોની વાત કરીએ તો પીરાણાનું એક્યુઆઈ 156 નોંધાયું હતું જ્યારે ચાંદખેડાનું એક્યુઆઈ 107 અને રખિયાલનું એક્યુઆઈ 162 છે. નવરંગપુરામાં વાયુ પ્રદૂષણનો આંક 200 એક્યુઆઈ નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે વધતા પ્રદૂષણ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. વિકાસના નામ પર આપણે પર્યાયવરણને નુકસાન પહોંચાડીએ છીએ. ઝાડને કાપી નાખીએ છીએ વગેરે વગેરે..  

GPCB Liasioning Services


પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા કરોડો ખર્ચાય છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં 

હાલ શિયાળો ચાલી રહ્યો છે. શિયાળાના સમય દરમિયાન લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. જેને શ્વાસ લેવાની તકલીફ હોય તે માટે શિયાળાનો સમય તકલીફ ભરેલો હોય છે. ત્યારે હવે તો અમદાવાદની હવા પણ ધીરે ધીરે ઝેરી બની રહી છે. ત્યારે થોડા સમય બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. તહેવારની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાને કારણે પણ પ્રદૂષણ વધે છે. હવા ઝેરી બનવાને કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થતી હોય છે.  પ્રદૂષણને અટકાવવા માટે કરોડો ખર્ચવામાં આવે છે પરંતુ તે પૈસાનો પણ ધૂમાડો થઈ જાય છે. પ્રદૂષણ પર અંકુશ લાવવા માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં જ છે. પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય.  



પ્રદુષણથી બચવા કેવા ઉપાય કરવા જોઈએ... 

આરોગ્ય પર ખરાબ અસર ન થાય તે માટે અનેક ઉપાયો કરવા જોઈએ.  જેવા કે તડકો નીકળ્યા પછી ચાલવા જાઓ , જો તમારું ધંધા અને નોકરીનું સ્થળ તમારા રહેઠાણથી દૂર હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ન-૯૫ માસ્કનો ઉપયોગ કરો . જો ઘરમાં નવજાત છે તો એરોસોલવાળા perfume અને રૂમ ફ્રેશનરનો ઉપયોગ ન કરો . તદુપરાંત જયારે પણ ઘરની બહાર નીકળો તો AQI app પર હવાની ચકાસણી કર્યા પછી નીકળો.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?