અમદાવાદ: બોગસ ડોક્યુમેન્ટના આધારે RTE હેઠળ પ્રવેશ મેળવનારા 58 વિદ્યાર્થીઓના એડમિશન રદ્દ


  • Published By :
  • Published Date : 2023-12-19 16:05:44

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) સારી સ્કૂલોમાં બાળકોનો પ્રવેશ મેળવવા માટે વાલીઓ ઘણી વખત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતા હોય છે. ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ વિરૂધ્ધ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. અમદાવાદમાં ખોટા દસ્તાવેજ જમા કરીને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે. જોકે, વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ સુધી જે-તે સ્કૂલમાં અભ્યાસ કરી શકશે, પરંતુ નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ રદ ગણાશે. RTE હેઠળ બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કાર્યવાહી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરતા હડકંપ મચી ગયો છે.


58 વિદ્યાર્થીના એડમિશન રદ


અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ 58 વિદ્યાર્થીના પ્રવેશ રદ કર્યા છે. શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદના આધારે શંકાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓની તપાસ કરવામાં આવી હતી. આવા વાલીઓને રૂબરૂ બોલાવી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી. આઈટી રિટર્નની તપાસ કરાતા વાલીઓની આવક દોઢ લાખથી વધુ જોવા મળી હતી. 


RTE (રાઇટ ટુ એજ્યુકેશન) એક્ટ શું છે?


બાળકના પ્રાથમિક શિક્ષણ માટે સામુહિક પ્રયાસો થાય અને જે તે કક્ષાએ જવાબદારી પણ સુનિશ્ચિત થાય એ માટે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ- 2009 સંસદ દ્વારા બનાવાયો હતો.  ભારતની સંસદે 4 ઓગસ્ટ 2009 ના રોજ આ કાયદો ઘડ્યો હતો અને તે 1 એપ્રિલ 2010 ના રોજ અમલમાં આવ્યો હતો. આ કાયદો એટલે કે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) 2009 અને “શિક્ષણના અધિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાયદો સૂચવે છે કે, દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો અધિકાર છે. “ફરજીયાત” શિક્ષણ એટલે, 6 થી 14 વર્ષનાં તમામ બાળકોને શાળામાં દાખલ કરાવવાં. કોઈપણ બાળક પાસે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે તેઓની પાસેથી કોઈપણ પ્રકારનો ખર્ચ, ફી કે અન્ય રૂપે ચાર્જ વસૂલવામાં આવશે નહીં, આ શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામાં આવશે. આ નીતિ હેઠળ પ્રવેશ માટે સરકારે પરિવારની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે. જે ગ્રામ્યવિસ્તાર માટે લગભગ 1.20 લાખ રૂપિયા સુધીની છે. અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા લગભગ 1.50 લાખ રૂપિયાની છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?