વહાલસોયાને સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ પરિવારજનોનું હૈયાફાટ રુદન, બોટાદ પંથકમાં ઘેરા શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-07-20 20:42:23

અમદાવાદના ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર બુધવારે મોડી રાત્રે તથ્ય પટેલ નામના નબીરાની જગુઆર કારની અડફેટે આવતા 9 નિર્દોષોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. આ ભયાનક અકસ્માતના હ્રદયદ્રાવક દ્રશ્યો જોઈને રાજ્યમાં લોકો હચમચી ગયા છે. આ ભીષણ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનું મોત થયું છે. તે ઉપરાંત અન્ય યુવકોને ગાડીએ કચડ્યા હતા. અમદાવાદમાં થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા બોટાદના ત્રણ યુવાનમાંથી એક- સુરેન્દ્રનગરના ચાસકા ગામના યુવાનની ડેડબોડી વતન લાવવામાં આવી હતી. જ્યારે અન્ય 2 યુવાનની બોડી બોટાદમાં આવતાં જ સમગ્ર બોટાદ શહેર અને પંથકમાં ઘેરો શોકની લાગણી જોવા મળી હતી.


અંતિમયાત્રામાં જોવા મળ્યા હ્રદયદ્રાવક દ્રશ્યો


અમદાવાદમાં થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકોના મૃતદેહનું PM કરાવ્યા બાદ બોટાદના ત્રણ યુવાનમાંથી એક- સુરેન્દ્રનગરના ચાસકા ગામના યુવાનની ડેડબોડી વતન લાવવામાં આવી છે. 2 યુવાનની બોડી બોટાદમાં આવતાં જ સમગ્ર બોટાદ શહેર અને પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. કૃણાલ કોડિયાની બોડીને તેના વતન ચાસકા ગામે લઈ જવામાં આવી. યુવાનોની લાશ આવતાની સાથે જ પરિવારોએ રીતસર પોક મુકી હતી. તેમના આક્રંદે વાતાવરણને ગમગીન કરી દીધું હતું. અક્ષરની અંતિમયાત્રા ભાવનગર રોડ પરથી અને રોનકની પાળિયાદ રોડ પરથી અતિંમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મોતને ભેટેલા 9 લોકોમાં બે યુવક બોટાદના હતા, જેમાં રોનક રાજેશભાઈ વિહલપરા અને કુણાલ નટુભાઈ કોડિયા બંને માસિયાય ભાઈઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...