ટ્રેનમાં બોમ્બ છે એવું કહી યુવકે પોલીસને દોડાવી


  • Published By :
  • Published Date : 2022-11-02 15:29:38

આજે જોધપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી એક શખ્સે ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ કરતા હડકંપ મચી ગયો હતો ત્યારબાદ સુરતના દેવેન્દ્રસિંહ રાઠોડ સામે સાબરમતી રેલવે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જોકે ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કરનારા શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે 


સાબરમતી પોલીસ અને રેલવે પોલીસ હરકરતમાં આવી હતી 

ટ્રેનમાં બોમ્બ હોવાની અફવાના કારણે સાબરમતી અને રેલવે પોલીસતંત્ર હરકતમાં આવી ગયુ હતુ. જોકે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઘણી વાર લોકો આ બાબતોને સામાન્ય સમજી મજાક મસ્તી કરતા હોય છે પણ ઘણી વાર આવા મજાકના કારણે અફરાતફરી મચી જતી હોય છે 

બનાવની વિગત મુજબ રાણકપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા દેવેન્દ્ર સિંહ રાઠોડ નામના વ્યક્તિએ રેલવે પોલીસને ફોન કરી ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કર્યો હતો. દેવેન્દ્ર સિંહ રાઠોડ મૂળ રાજસ્થાની અને હાલ સુરતનો રહેવાસી છે. આ વ્યક્તિએ આ પ્રકારનો મેસેજ અશાંતિ ઉભી કરવા અને રેલવે પોલીસ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ હરકતમાં આવે તેવા ઈરાદાથી કર્યો હતો. 

મેસેજ મળતા સાબરમતી પોલીસ તેમજ રેલવે પોલીસ અને અધિકારીઓએ ટ્રેનમાં શખ્સની શોધખોળ હાથ ધરી તપાસ કરતા દેવેન્દ્ર સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. શખ્સ વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 507, રેલવે એક્ટ અધિનિયમ - 145 તથા ઈન્ફોર્મેશન અધિનિયમ કલમ - 66 (એ)(બી) હેઠળ ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેસેજના અનુસંધાને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.આવા લોકો પોતાની બુદ્ધિનો પ્રદર્શન કરી સિસ્ટમ અને સામાન્ય લોકોને હેરાન કરતા હોય આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી ખુબ જ જરૂરી છે 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?