ઘર કરતા બહારનું ખાવાનું આપણને વધારે ભાવે છે, મોકો મળતા જ આપણે બહાર ખાવા જતા રહીએ છીએ.. ચટાકેદાર ખાવાનું મળતા આપણને તેનો સ્વાદ યાદ રહી જાય છે.. પરંતુ છેલ્લા થોડા સમયથી ખાદ્ય પદાર્થમાંથી જીવ જંતુ નિકળી રહ્યા છે તે જોતા લાગે કે હવે જોવાનું શું બાકી રહ્યું? એક જ દિવસમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં ખાદ્ય પદાર્થમાંથી ગરોળી, કાનખજૂરો અને વંદો નીકળ્યો છે..
અથાણામાંથી ગરોળી, સોડામાંથી કાન ખજૂરો અને...
ખાણી પીણીમાંથી જીવાત નિકળવી જાણે સામાન્ય બાબત થઈ ગઈ છે તેવું લાગે છે. થોડા સમય પહેલા બાલાજીની Crunchex વેફરમાંથી દેડકો નીકળ્યો હતો. સૂપમાંથી ગરોળી નીકળી હતી, તે બાદ ઢોંસાના સંભારમાંથી ઉંદર નીકળ્યો હતો.. આની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યારે તો આવા અનેક કિસ્સાઓ સામે આવી ગયા. શાકમાંથી વંદો નીકળ્યો, ગૃહઉદ્યોગમાંથી લાવેલા અથાણામાંથી ગરોળી નીકળી અને ઠંડા પીણાની બોટલમાંથી કાનખજૂરો નીકળ્યો..
અમદાવાદની એક હોટલના શાકમાંથી નિકળ્યો વંદો..
કાન ખજૂરાની વાત કરીએ તો સરખેજના પાન પાર્લરમાંથી લીધેલા ઠંડા પીણાની બોટલમાંથી નિકળ્યો. કાનખજૂરો નીકળ્યો તેનો વીડિયો ગ્રાહકે બનાવ્યો અને તે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે સિવાય વંદો પંજાબી શાકમાંથી નિકળ્યો. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હોટલના શાકમાંથી વંદો નીકળ્યો...શાકમાંથી વંદો નીકળતા ગ્રાહક ચોંકી ગયા. તે સિવાય અથાણામાંથી ગરોળી નીકળી છે. અથાણું એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે રોજ કરતા હોઈએ છીએ.
ખાણી પીણીની વસ્તુઓમાંથી નિકળે છે જીવ જંતુ
મહત્વનું છે કે આની પહેલા પણ ખાદ્ય પદાર્થમાંથી જીવાત નિકળવાની ઘટના આપણે જોઈ ચૂક્યા છીએ. જે પ્રમાણે આવી ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગે કે શું ખાવું એ સવાલ થાય છે.. આની પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં આઈસ્ક્રીમમાંથી માણસની આંગળી નિકળી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..