અમદાવાદ:વસ્ત્રાપુરમાં મહિલા ડૉક્ટરની બર્થડે પાર્ટીમાં જામી દારુની મહેફિલ, 4 મહિલાઓ સહિત 12 ઝડપાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 17:24:12

વસ્ત્રાપુરમાં દારુની પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા, 12ને ઝડપી પાડ્યા
એક મહિલા ડૉક્ટરની બર્થડે પાર્ટી વખતે દારુ પિરસાયો હતો
ખુદ ડીસીપી ઝોન-5એ પોલીસને દારુ પાર્ટીની માહિતી આપી હતી


મહિલા ડોક્ટરના ઘરે દારૂ પાર્ટી 


વસ્ત્રાપુરના અનિક એપાર્ટમેન્ટના પાંચમા માળે દારુ પાર્ટી ચાલી રહી હોવાની જાણ ખુદ ડીસીપી ઝોન-5એ પોલીસને કરી હતી. જે બાદ પોલીસની ટીમે દરોડા પાડ્યા તો લોકો દારુની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે ચાર યુવતીઓ સહિત કુલ 12 લોકોને દારુની પાર્ટી કરવા બદલ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, એક મહિલા ડૉક્ટરની બર્થડે પાર્ટી વખતે દારુની મહેફિલ જામી હતી.


શહેરમાં હવે દારુની મહેફિલ માણવી સામાન્ય વાત બની ગઈ છે. કોઈની બર્થડે પાર્ટી હોય તો મોટા ભાગે દારુની મહેફિલ જામતી હોય છે. ત્યારે વસ્ત્રાપુરમાં હુક્કા અને દારુની મહેફિલ માણી રહેલી ચાર મહિલાઓ સહિત 12 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. એવું પણ સામે આવ્યું છે કે, એક મહિલા ડૉક્ટરની બર્થડે પાર્ટી હતી અને એ સમયે દારુની મહેફિલ જામી હતી. મહત્વનું છે કે, ખુદ ડીસીપીએ આ વાતની જાણ કંટ્રોલ રુમને કરી હતી અને પછી પોલીસે કાર્યવાહી હાથ ધરીને દારુ પાર્ટી કરી રહેલા લોકોને ઝડપી પાડ્યા હતા. જો કે, આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ડીસીપીએ કરી જાણ

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુરમાં આવેલા અનિક એપાર્ટમેન્ટમાં પાંચમા માળે રહેતા એક મહિલા ડૉક્ટરની બર્થડે પાર્ટી હતી. આ દરમિયાન દારુની મહેફિલ જામી હતી. આ વાતની જાણ નજીકમાં રહેતા ડીસીપી ઝોન-5ને થઈ હતી. જે બાદ તેઓએ ખુદ પોલીસ કંટ્રોલ રુમને ફોન કરીને વાતની જાણ કરી હતી. ખુદ ડીસીપીએ આ વાતની જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી. એ પછી પોલીસની ટીમ આ એપાર્ટમેન્ટના પાંચમા માળે પહોંચી હતી. પોલીસની ટીમે જ્યારે ઘરનો દરવાજો ખોલીને અંદરના દ્રશ્યો જોયા તો ચોંકી ગઈ હતી. ઘરમાં લોકો દારુની પાર્ટી કરી રહ્યા હતા. જે બાદ પોલીસે અહીંથી વિવિધ પ્રકારની દારુની બોટલો પણ કબજે કરી હતી.


4 મહિલાઓ સહિત 12 ઝડપાયા

જો કે, પોલીસે જે દારુની બોટલો ઝડપી હતી એમાંથી કેટલીક ખાલી હતી. આ સિવાય પોલીસે તપાસ હાથ ધરતા હુક્કા પણ મળી આવ્યા હતા. એટલે કે દારુની સાથે હુક્કા પાર્ટી પણ થઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરીને ચાર યુવતીઓ સહિત 12 લોકોને આ પાર્ટી બદલ ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડીને મેડિકલ ચેકઅપ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી હતી.


9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, આ ફ્લેટ ઝંખના મહેશ્વીર નામની યુવતીએ છેલ્લાં એક વર્ષથી ભાડે રાખ્યો છે. જેની સાથો સાથ ચિરાગ ભટ્ટ, રિચા, દેવલ રુપાણી, મુસ્કાન, હેતલ ગોલવાસ, કિશન દેસાઈ, પંકજ કેશ્વાની, જેનિલ સયારા, આનંદ સિંહા, નીરવ શાહની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે ઝડપાયેલા લોકો દારુ ક્યાંથી લાવ્યા અને અગાઉ પણ આ રીતે પાર્ટી ચૂક્યા છે કે કેમ તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે આરોપીઓના મોબાઈલ, વાહનો સહિત કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?