દિલ્હીમાં MCD ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ અનેક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને અને એક બીજા પર પ્રહાર કરતી દેખાય છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ટ્રેંડ વિંગના પ્રદેશ સચિવ સંદીપ ભારદ્વાજે પોતાના ઘરમાં આત્યમહત્યા કરી લીધી છે. ક્યા કારણોસર તેમણે આત્મહત્યા કરી હજી જાણી શકાયું નથી. ત્યારે તેમના મોતને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા અને આ આત્મહત્યાને ટિકિટ સાથે જોડી દીધી.
સંદીપ ભારદ્વાજની મોતને મનીષ તિવારીએ હત્યા ગણાવી
આ આત્મહત્યાને લઈ ભાજપના સાંસદ મનોજ તિવારીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. ટિકિટને લઈ સંદીપને વિશ્વાસ હતો કે તેને ટિકિટ આપવામાં આવશે પરંતુ પૈસા લઈ કોઈ બીજાને ટિકિટ આપવામાં આવી ગઈ. વધુમાં તેમણે કહ્યું કે મોત પર દુખ વ્યક્ત કરવાની બદલીમાં નેતાઓ પોતાના જૂના ભાષણો આપી રહ્યા છે. ભાજપ આ ઘટના બાદ ચૂપ નહીં બેસે કારણ કે ભાજપ માટે દરેક વ્યક્તિનું જીવન અમુલ્ય છે.
મનીષ સિસોદીયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
મનોજ તિવારીના આવા આક્ષેપ બાદ મનીષ સિસોદીયાએ પ્રતિક્રિયા આપી છે. ઉપરાંત ભાજર પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. મનીષ સિસોદીયાએ કહ્યું કે ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હત્યા કરવા માગે છે. ગુજરાત અને એમસીડી ચૂંટણીને લઈ ભાજપ ડરી ગઈ છે જેને કારણે કેજરીવાલને મારવાનું ષડયંત્ર ભાજપ કરી રહી છે. સંદીપ ભારદ્વાજની મોત પર મનીષે કહ્યું કે ટિકિટને અને તેમના મોતને જોડવા નહીં. ઉપરાંત આમ આદમી પાર્ટી મનોજ તિવારી પર FIR દર્જ કરાવશે.