હનુમાન જયંતી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રાલયે બહાર પાડી એડવાઈઝરી, રાજ્ય સરકારને સતર્ક રહેવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-04-05 15:24:13

હનુમાન જયંતીની ઉજવણી અનેક જગ્યાઓ પર કરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓ પર શોભાયાત્રા સહિત મોટા આયોજનો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે હનુમાન જયંતીને લઈ ગૃહમંત્રાલયે રાજ્યો માટે એડવાઈઝરી બહાર પાડી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય, શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તેવું નિશ્ચિત કરવા સરકારને કહેવામાં આવ્યું છે.


રામ નવમી જેવી હિંસા ન ભડકે તે માટે ગૃહમંત્રાલય એક્શન મોડમાં 

6 એપ્રિલના રોજ હનુમાન જયંતીનો પાવન પર્વ આવી રહ્યો છે. દેશમાં અનેક જગ્યાઓ પર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે શાંતિપૂર્ણ રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય ઉપરાંત શાંતિપૂર્ણ રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે સરકાર પરિસ્થિતિ પર ધ્યાન રાખે તેવી વાત કરવામાં આવી છે.


અનેક રાજ્યોમાં ફાટી નીકળી હતી હિંસા 

મહત્વનું છે કે રામનવમીની ઉજવણી દરમિયાન દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર સહિત મહારાષ્ટ્રમાં હિંસા ભડકી ઉઠી હતી. બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસા અમુક દિવસો સુધી ચાલી હતી. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હનુમાન જયંતીના દિવસે ફરી આવી હિંસા ન ભડકે તે માટે ગૃહમંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી હતી. પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ મામલો શાંત કરવા પોલીસ પહોંચી ત્યારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો ઉપરાંત અનેક વાહનોને આગ પણ લગાડી દેવામાં આવી હતી.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.