દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત બની છે. ત્યારે ભાજપે એક સ્ટીંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી ટિકિટ માટે પૈસા માગી રહી છે. ભાજપના આરોપ પ્રમાણે આપના નેતા ટિકિટ માટે 80 લાખ રૂપિયા માગી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યા હતા.
ભાજપ અને આપ વચ્ચે ચાલતા આરોપ-પ્રતિઆરોપ
ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવતી હોય છે. પછી એ ચૂંટણી વિધાનસભાની હોય, લોકસભાની હોય કે નગર નિગમની હોય. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. ત્યારે હિલ્હી નગર નિગમની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.
સ્ટિંગ ઓપરેશન કરી ભાજપે લગાવ્યા આરોપ
ભાજપે એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપે આપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. વીડિયો જાહેર કરી આપ પર આરોપ લગાવ્યા છે કે ટિકિટ માટે પાર્ટી પૈસા લે છે. પાર્ટી ટિકિટ આપવા માટે 80 લાખ રૂપિયાની માગ કરી રહી છે. આ રૂપિયા ત્રણ ટૂકડામાં આપવાની વાત કરવામાં આવી છે. પ્રથમ હપ્તામાં 20 લાખ રૂપિયાનો હતો તેવી વાત કરવામાં આવી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી દાવો કર્યો કે રોહિણી ડી વોર્ડ 54માટે ટિકિટ આપવા માટે AAPના નેતા બિંદુથી પૈસા માગ્યા હતા.
અરવિંદ કેજરીવાલે આરોપોને ખોટા ગણાવ્યા
ભાજપ દ્વારા લગાવવામાં આરોપ પરને આમ આદમી પાર્ટીએ નકારી દીધા છે. અરવિંદ કેજરીવાલે આ આરોપને ખોટો ગણાવી દીધો છે. આરોપનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે તપાસ કરાવી લો કશું જ નહીં મળે.