વિધાનસભામાં બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો. વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે ખેડૂતોને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કૃષિમંત્રી દ્વારા કરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને સહાય ચૂકવવામાં આવશે.
સાચી વિગતો આવ્યા બાદ સહાય અપાશે - કૃષિમંત્રી
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો બેહાલ થયા છે. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોની મદદ કરે તેવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. ત્યારે વિધાનસભામાં સત્રના અંતિમ દિવસે કૃષિમંત્રી રાઘવ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને સહાય ચૂકવવામાં આવશે.
કેરી પકવતા ખેડૂતો માટે પણ કરી જાહેરાત!
મહત્વનું છે કે માવઠાને કારણ કે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે કેરીના મોર ખરી પડ્યા હતા. મોટા ભાગની કાચી કેરી બગડી ગઈ છે. ત્યારે આ વખતે કાંતો કેરીની આવકમાં ઘટાડો થશે અથવા તો મોંઘા ભાવે કેરી ખાવી પડશે.
ક્યારે સર્વે કરાશે અને ક્યારે સહાય ચૂકવાશે તે એક પ્રશ્ન
પરંતુ અહીંયા પ્રશ્નએ થાય છે કે આ સર્વે ક્યારે કરવામાં આવશે. નુકસાન થયાના અનેક દિવસો બાદ સર્વે કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. કારણ કે જ્યાં સુધી સર્વે નથી કરવામાં આવતો ત્યાં સુધી સર્વેની રાહમાં મુખ્યત્વે ખેડૂતો બેસી રહેતા હોય છે. સર્વે થઈ પણ જાય પરંતુ સહાય આપવામાં ઘણી વખત બહું સમય લાગી જતો હોય છે. ત્યારે વહેલી તકે સર્વે કરવામાં આવે અને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. કારણે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ત્યારે આ સહાય સાચે ખેડૂતો પાસે પહોંચે તેવી લોકોને આશા રાખી રહ્યા છે.