મંત્રીજીએ ભારે કરી! રાઘવજી પટેલ ભૂલમાં 'દેશી દારૂ'ને ચરણામૃત સમજીને ગટગટાવી ગયા, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-09 19:05:58

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ ધરતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, પૂજા દરમિયાન મંત્રીજી ધરતી માતાને ચડાવવાનો દેશી દારૂ ચરણામૃત સમજીને પી ગયા હતા. આ  પૂજાવિધિ દરમિયાન રાઘવજી પટેલની આસપાસ રહેલા લોકોએ તેમને રોક્યા પણ હતા જો કે ત્યાં સુધીમાં તો કૃષિમંત્રીએ મદિરાપાન કરી લીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


આદિવાસી સમાજની છે પરંપરા 


ડેડીયાપાડામાં આદિવાસી સમાજમાં પરંપરાગત રીતે દેશી દારૂથી ધરતી માતાને અભિષેક કરવાની પરંપરા છે. આજ કારણે આજે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે પૂજા રાખવામાં આવી હતી. પૂજા બાદ ધરતી માતાને દેશી દારૂથી અભિષેક કરવાની વિધિ વખતે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે અભિષેક કરાવવામાં આવ્યો હતો. જો કે તેમણે દેશી દારૂને જમીન પર અભિષેક કરવાના બદલે ચરણામૃત સમજીને સીધો જ ગટગટાવી ગયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોને એક લીલી બોટલમાંથી દેશી દારૂ પાંડદામાં આપવામાં આવ્યો હતો. જો કે તેમણે તે દારૂ ધરતી માતાને અર્પણ કર્યો હતો. 


રાઘવજી પટેલે ભૂલ સ્વીકારી


 ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કાર્યક્રમ સમાપ્ત થયા બાદ આ અંગે રાઘવજી પટેલે બાદમાં પૂછવામાં  આવતા તેમણે જણાવ્યું હતું કે, "મને આ પરંપરાઓ વિશે ઝાઝું જ્ઞાન નથી. એની જે વિધિ હોય, રિતરીવાજો હોય તેનાથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારા ત્યાં ચરણામૃત હાથમાં આપતા હોય છે, એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ હકીકતમાં તે ધરતીમાતાને અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું." જો કે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકો તેની મજા લઈ રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?