બેકાર યુવાનો માટે સારા સમાચાર, રાજ્યની 4 કૃષિ અને કામધેનુ યુનિવર્સિટીમાં 2197 જગ્યાઓ સત્વરે ભરાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 14:30:51


રાજ્ય સરકાર સામે સમાજના તમામ વર્ગના લોકોએ મોરચો માંડ્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનોએ સરકાર સામે બાયો ચઢાવી છે.  બેકાર યુવાનોને અસંતોષને દુર કરવા માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે  ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીમાં બમ્પર ભરતીની  જાહેરાત કરી રહી છે.


વિવિધ સંવર્ગની 2191 જગ્યાઓ ભરાશે


કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2191 જગ્યાઓ સત્વરે ભરવાની જાહેરાત કરી છે. આ અંગે જાણકારી આપતા તેમણે જણાવ્યું કે, રાજ્યના યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્યો કરવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેના ભાગરૂપે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ સત્વરે ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ચાલુ વર્ષ દરમ્યાન યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ વિદ્યાશાખાના પોલી ટેકનિક, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. 


જનહિતલક્ષી કાર્યોને વેગ મળશે: રાઘવજી


મંત્રી રાઘવજીએ  ઉમેર્યું કે, રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ કેડરની શૈક્ષણિક  સંવર્ગની 853 અને બિન શૈક્ષણિક સંવર્ગની 1344  જગ્યાઓ મળી કુલ 2197 જગ્યાઓ ભરવાની કાર્યવાહી સત્વરે શરૂ કરાશે. જેથી રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી હસ્તક ચાલતા વિવિધ અભ્યાસક્રમો, સંશોધન, તાલીમ વિગેરેની કામગીરી વેગવંતી બનશે, ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, રોપા, કલમો વિગેરે સરળતાથી ઉપલબ્ધ થશે તથા ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઝડપ આવશે.  બેઠક દરમિયાન કૃષિ મંત્રીએ કૃષિ યુનિવર્સિટીઓને ખેડૂત અને ખેતીના હિતને લઈને સઘન પ્રયત્નો હાથ ધરી સંશોધનો કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.







ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?